Hymn No. 5647 | Date: 23-Jan-1995
નથી કાંઈ આવું કર્યું તેં એકવાર, કરતો રહ્યો છે આવું ને આવું તું વારંવાર
nathī kāṁī āvuṁ karyuṁ tēṁ ēkavāra, karatō rahyō chē āvuṁ nē āvuṁ tuṁ vāraṁvāra
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-01-23
1995-01-23
1995-01-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1146
નથી કાંઈ આવું કર્યું તેં એકવાર, કરતો રહ્યો છે આવું ને આવું તું વારંવાર
નથી કાંઈ આવું કર્યું તેં એકવાર, કરતો રહ્યો છે આવું ને આવું તું વારંવાર
રમી રહ્યો છે નાચ નાચી, તારી વૃત્તિઓમાં તું સદાય, કર હવે આનો તો તું વિચાર
જગાવી જગાવી આશાઓ ખોટી હૈયે,નિરાશામાં ડૂબતો રહ્યો તું તો સદાય
સમજી સમજી જીવનમાં રે બધું, રહ્યો છે જગાવતો શંકાઓ એમાં તું સદાય
છોડી ના ભૂલોની પરંપરા જીવનમાં તેં, રહ્યો કરતોને કરતો પશ્ચાતાપ એમાં સદાય
આપ્યો ના સાથ જીવનમાં તેં કોઈને, રહ્યાં છૂટતા જીવનમાં, સાથને સાથીદારો સદાય
ના ઓળખ્યો સમયને જીવનમાં, ના ચાલ્યો તું સમયની સાથ, ખાધો અનેકવાર એમાં માર
શોધવા નીકળ્યો સુખ તું જીવનમાં, પામતો ને પામતો આવ્યો દુઃખ તું સદાય
લીધું ના વિશ્વાસે નામ પ્રભુનું એકવાર, લેવું પડે છે નામ પ્રભુનું તારે અનેકવાર
કરતો ને કરતો રહ્યો આવું જીવનમાં તું સદાય, લેવો પડયો છે જનમ તારે વારંવાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kāṁī āvuṁ karyuṁ tēṁ ēkavāra, karatō rahyō chē āvuṁ nē āvuṁ tuṁ vāraṁvāra
ramī rahyō chē nāca nācī, tārī vr̥ttiōmāṁ tuṁ sadāya, kara havē ānō tō tuṁ vicāra
jagāvī jagāvī āśāō khōṭī haiyē,nirāśāmāṁ ḍūbatō rahyō tuṁ tō sadāya
samajī samajī jīvanamāṁ rē badhuṁ, rahyō chē jagāvatō śaṁkāō ēmāṁ tuṁ sadāya
chōḍī nā bhūlōnī paraṁparā jīvanamāṁ tēṁ, rahyō karatōnē karatō paścātāpa ēmāṁ sadāya
āpyō nā sātha jīvanamāṁ tēṁ kōīnē, rahyāṁ chūṭatā jīvanamāṁ, sāthanē sāthīdārō sadāya
nā ōlakhyō samayanē jīvanamāṁ, nā cālyō tuṁ samayanī sātha, khādhō anēkavāra ēmāṁ māra
śōdhavā nīkalyō sukha tuṁ jīvanamāṁ, pāmatō nē pāmatō āvyō duḥkha tuṁ sadāya
līdhuṁ nā viśvāsē nāma prabhunuṁ ēkavāra, lēvuṁ paḍē chē nāma prabhunuṁ tārē anēkavāra
karatō nē karatō rahyō āvuṁ jīvanamāṁ tuṁ sadāya, lēvō paḍayō chē janama tārē vāraṁvāra
|