આવશે ભૂતકાળ સાથે તારો, તો તારી છાયા બની
સદા દેખાશે એ તો વિકરાળ, તારા ખોટા કર્મો થકી
ના મૂક્યા નિયંત્રણો, તારા કર્મો પર તેં જ્યાં વળી
ધરી રહ્યો છે રૂપ વિકરાળ, જો તો તું જરા એને જરી
ધરશે રૂપ વિચિત્ર અંધકારે પણ, લેશે શાંતિ એ હરી
રહેવું પડશે સદાએ તારે તો, એનાથી ડરી ડરી
રૂંધશે વિકાસ તારો, પડશે જો હૈયે ગાંઠ એની બની
બનશે મુશ્કેલ ગાંઠ હૈયેથી, એની તો છોડવી
ભરજે સદ્જ્ઞાન કેરો પ્રકાશ, મળે હૈયામાં તને જ્યાંથી
ઓગળતી રહેશે તારી છાયા, જાશે પ્રકાશમાં એ તો ભળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)