1987-09-07
1987-09-07
1987-09-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11975
ધરમ આચરતા ના અચકાજે, ભલે ધરમ કરતા ધાડ પડે
ધરમ આચરતા ના અચકાજે, ભલે ધરમ કરતા ધાડ પડે
સત્ય કાજે તો સદા તૈયાર રહે, ભલે મુશ્કેલીઓ આવી મળે
શાંતિ કાજે સહન કરી લેજે, આફતોની ભલે વણઝાર મળે
નામ પ્રભુનું ચૂક્તો ના હૈયેથી, ભલે શ્રદ્ધા કસોટીએ ચડે
યત્નોમાં સદા લાગી રહેજે, આળસ ભલે લલકાર કરે
જોજે પગલાં તારા ખોટા ન પડે, ભલે મનડું તારું બળવો કરે
પ્રભુના ચરણે ચિત્તડું જોડી, વિના કારણ ઉદાસ ન બને
હૈયું તારું પ્રભુમાં રાખી, વિશ્વાસથી જ્યાં તું શ્વાસ ભરે
સાચું શરણું પ્રભુનું મળે, માયા એને કાંઈ ન કરે
હિંમતથી જો આગળ વધે, હર આફત તો એની હટે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધરમ આચરતા ના અચકાજે, ભલે ધરમ કરતા ધાડ પડે
સત્ય કાજે તો સદા તૈયાર રહે, ભલે મુશ્કેલીઓ આવી મળે
શાંતિ કાજે સહન કરી લેજે, આફતોની ભલે વણઝાર મળે
નામ પ્રભુનું ચૂક્તો ના હૈયેથી, ભલે શ્રદ્ધા કસોટીએ ચડે
યત્નોમાં સદા લાગી રહેજે, આળસ ભલે લલકાર કરે
જોજે પગલાં તારા ખોટા ન પડે, ભલે મનડું તારું બળવો કરે
પ્રભુના ચરણે ચિત્તડું જોડી, વિના કારણ ઉદાસ ન બને
હૈયું તારું પ્રભુમાં રાખી, વિશ્વાસથી જ્યાં તું શ્વાસ ભરે
સાચું શરણું પ્રભુનું મળે, માયા એને કાંઈ ન કરે
હિંમતથી જો આગળ વધે, હર આફત તો એની હટે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dharama ācaratā nā acakājē, bhalē dharama karatā dhāḍa paḍē
satya kājē tō sadā taiyāra rahē, bhalē muśkēlīō āvī malē
śāṁti kājē sahana karī lējē, āphatōnī bhalē vaṇajhāra malē
nāma prabhunuṁ cūktō nā haiyēthī, bhalē śraddhā kasōṭīē caḍē
yatnōmāṁ sadā lāgī rahējē, ālasa bhalē lalakāra karē
jōjē pagalāṁ tārā khōṭā na paḍē, bhalē manaḍuṁ tāruṁ balavō karē
prabhunā caraṇē cittaḍuṁ jōḍī, vinā kāraṇa udāsa na banē
haiyuṁ tāruṁ prabhumāṁ rākhī, viśvāsathī jyāṁ tuṁ śvāsa bharē
sācuṁ śaraṇuṁ prabhunuṁ malē, māyā ēnē kāṁī na karē
hiṁmatathī jō āgala vadhē, hara āphata tō ēnī haṭē
English Explanation |
|
In this Gujarati bhajan of life approach,
He is saying...
Don’t hesitate to walk on the path of spiritualism, even though it feels like a big deal.
Always be ready for truth, even though it brings many challenges.
Please bear for the sake of peace, even though it brings many difficulties.
Don’t ever miss to take the name of Divine in your heart, even though your faith is put on a test.
Always be prepared to make efforts, even though laziness challenges you.
Make sure you don’t step in wrong direction, even though your mind leads you in that direction.
Connect your consciousness in the feet of Divine, and don’t become sad without any reason.
With true feelings for Divine, when you take breaths in utmost faith, you will find true salvation, and illusion will fail to make any impression.
If you move forward with courage, then all the disasters will withdraw.
Kaka is explaining few principles of life that we need to follow no matter what the difficulties are. We must walk on spiritual path, we must follow the truth, we must make efforts, and we must keep utmost faith in Divine. The rest will automatically fall into its the place.
|