1996-05-29
1996-05-29
1996-05-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12260
નજર નજરમાંથી રે તારી, પ્રભુ, ક્યાંથી બચાવી શકું નજર હું તો મારી

કરી લાખ કોશિશો બચાવવા એને એમાંથી મળી ના નજર વિનાની જગ્યા ખાલી
છે આ હકીકત તો જગની ને મારી, તોયે આદત આચરણની નથી સુધરી મારી
કર્યું છે આચરણ જીવનમાં તો જ્યાં, પડશે ઉઠાવવી જીવનમાં એની જવાબદારી
ઝૂકી ગઈ જ્યાં ભારથી એકવાર નજર મારી, બનશે મુશ્કેલ એ નજરને ઉઠાવવી
થાતી રહી છે પસાર અનેક નજરોમાંથી નજર મારી, કેમ કરી એને તો બચાવવી
ઝીલે છે અનેક નજરોના ભાવો નજર મારી, પળવારમાં સમજી જાય છે નજર મારી
રહી છે સદા પાસે સદા સાથે, ઝીલતી રહી છે ભાવો, છે મારા હૈયાંમાં ભાવોની બારી
દેતો રહ્યો છે અનેક નજરોમાંથી સંદેશા મને તું પ્રભુ, છે રીત તારી આ તો ન્યારી
હસતીને હસતી નજર ભરેલી મૂર્તિ તારી, લાગે જગમાં મને એ તો પ્યારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara najaramāṁthī rē tārī, prabhu, kyāṁthī bacāvī śakuṁ najara huṁ tō mārī
karī lākha kōśiśō bacāvavā ēnē ēmāṁthī malī nā najara vinānī jagyā khālī
chē ā hakīkata tō jaganī nē mārī, tōyē ādata ācaraṇanī nathī sudharī mārī
karyuṁ chē ācaraṇa jīvanamāṁ tō jyāṁ, paḍaśē uṭhāvavī jīvanamāṁ ēnī javābadārī
jhūkī gaī jyāṁ bhārathī ēkavāra najara mārī, banaśē muśkēla ē najaranē uṭhāvavī
thātī rahī chē pasāra anēka najarōmāṁthī najara mārī, kēma karī ēnē tō bacāvavī
jhīlē chē anēka najarōnā bhāvō najara mārī, palavāramāṁ samajī jāya chē najara mārī
rahī chē sadā pāsē sadā sāthē, jhīlatī rahī chē bhāvō, chē mārā haiyāṁmāṁ bhāvōnī bārī
dētō rahyō chē anēka najarōmāṁthī saṁdēśā manē tuṁ prabhu, chē rīta tārī ā tō nyārī
hasatīnē hasatī najara bharēlī mūrti tārī, lāgē jagamāṁ manē ē tō pyārī
|