1996-09-21
1996-09-21
1996-09-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12376
હારજિતના મંડાણ જ્યાં મંડાયા, સમરાંગણ એમાં ત્યાં રચાય છે

પાટે ચાલતી સીધી ગાડી પણ, ત્યાં એમાં તો ફંટાય જાય છે
દાવો પર દાવો તો જ્યાં નાંખતા જાય છે, હિસાબ એના હારજિતમાં થાય છે
કોણ સાચું, કોણ ખોટું, ખેંચતાણ જીવનમાં એમાં તો થાતી જાય છે
આંખ ઉપર, હારજિતના પડળ જ્યાં ચડી જાય છે, સાચું એમાં ના દેખાય છે
હારજિતની ગરમીમાં પ્રેમ તો સુકાઈ જાય છે, પ્રેમ ત્યાં વીસરાઈ જવાય છે
હાથ પકડી પકડી બેસતાં પાસે પાસે, સાથે બેસવામાં પણ એતો સંકોચાય છે
દૂર દૂરના પણ આવી જાય જ્યાં યાદ, સાથેના પણ ત્યાં વીસરી જવાય છે
નથી નર જોવાતા, નથી નારી જોવાતી, મતભેદોને તો જ્યાં મહત્ત્વ અપાય છે
નાના કારણોને બનાવ્યા જ્યાં મોટા, તિરાડો મોટીને મોટી પડતી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hārajitanā maṁḍāṇa jyāṁ maṁḍāyā, samarāṁgaṇa ēmāṁ tyāṁ racāya chē
pāṭē cālatī sīdhī gāḍī paṇa, tyāṁ ēmāṁ tō phaṁṭāya jāya chē
dāvō para dāvō tō jyāṁ nāṁkhatā jāya chē, hisāba ēnā hārajitamāṁ thāya chē
kōṇa sācuṁ, kōṇa khōṭuṁ, khēṁcatāṇa jīvanamāṁ ēmāṁ tō thātī jāya chē
āṁkha upara, hārajitanā paḍala jyāṁ caḍī jāya chē, sācuṁ ēmāṁ nā dēkhāya chē
hārajitanī garamīmāṁ prēma tō sukāī jāya chē, prēma tyāṁ vīsarāī javāya chē
hātha pakaḍī pakaḍī bēsatāṁ pāsē pāsē, sāthē bēsavāmāṁ paṇa ētō saṁkōcāya chē
dūra dūranā paṇa āvī jāya jyāṁ yāda, sāthēnā paṇa tyāṁ vīsarī javāya chē
nathī nara jōvātā, nathī nārī jōvātī, matabhēdōnē tō jyāṁ mahattva apāya chē
nānā kāraṇōnē banāvyā jyāṁ mōṭā, tirāḍō mōṭīnē mōṭī paḍatī jāya chē
|