1996-09-27
1996-09-27
1996-09-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12385
ઓવારે ઓવારે ભલે નદીના દૃશ્યો બદલાય, નદીનાં જળ તો એના એ જ છે

ધર્મે ધર્મે માનવ ભલે જુદા દેખાય, પણ માનવ મન તો એના એજ છે
સંતોના તો, જ્યાંને ત્યાં તો ચરણ પુજાય, પણ ચરણ તો એના, એનાં એજ છે
બુદ્ધિશાળીની તો જગમાં તો બુદ્ધિ વખણાય, પણ મગજ બધામાં તો એનું એજ છે
જગતભરના બાળકો લાગે ભલે જુદા જુદા, પણ વૃત્તિ સહુમાં તો એની એજ છે
વધુ ઓછું હોય છે દુઃખ જગમાં સહુ કોઈને, અવસ્થા દુઃખની સહુમાં એની એજ છે
જાગે ઇચ્છાઓ માનવને જીવનમાં, માનવમાં નાની મોટી ઇચ્છાઓ તો એની એજ છે
બદલી બદલી વસ્ત્રો કરો દેખાવ તો જુદા જુદા, પણ તનડું તો એનું એજ છે
જાય છે પ્રભુ પાસે તો સહુ કોઈ માંગવા, માંગવાના ભાવ સહુમાં તો એના એજ છે
સમયે સમયે ગરમી સૂર્યની તો બદલાય છે, પણ સૂર્ય તો એનો એજ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ōvārē ōvārē bhalē nadīnā dr̥śyō badalāya, nadīnāṁ jala tō ēnā ē ja chē
dharmē dharmē mānava bhalē judā dēkhāya, paṇa mānava mana tō ēnā ēja chē
saṁtōnā tō, jyāṁnē tyāṁ tō caraṇa pujāya, paṇa caraṇa tō ēnā, ēnāṁ ēja chē
buddhiśālīnī tō jagamāṁ tō buddhi vakhaṇāya, paṇa magaja badhāmāṁ tō ēnuṁ ēja chē
jagatabharanā bālakō lāgē bhalē judā judā, paṇa vr̥tti sahumāṁ tō ēnī ēja chē
vadhu ōchuṁ hōya chē duḥkha jagamāṁ sahu kōīnē, avasthā duḥkhanī sahumāṁ ēnī ēja chē
jāgē icchāō mānavanē jīvanamāṁ, mānavamāṁ nānī mōṭī icchāō tō ēnī ēja chē
badalī badalī vastrō karō dēkhāva tō judā judā, paṇa tanaḍuṁ tō ēnuṁ ēja chē
jāya chē prabhu pāsē tō sahu kōī māṁgavā, māṁgavānā bhāva sahumāṁ tō ēnā ēja chē
samayē samayē garamī sūryanī tō badalāya chē, paṇa sūrya tō ēnō ēja chē
|