1987-11-04
1987-11-04
1987-11-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12534
અહીં ફર્યો, તહીં ફર્યો, જગનો ખૂણેખૂણો ફરી વળ્યો
અહીં ફર્યો, તહીં ફર્યો, જગનો ખૂણેખૂણો ફરી વળ્યો
સુખ કાજે તો બધે ફર્યો, અણસાર સુખનો તો ના મળ્યો
ગોત્યું સુખ તો મહેલમાં, વાસ દુઃખનો ત્યાં ભી દીઠો
ઝૂંપડીએ તો જઈને વસ્યો, દુઃખે તો પીછો ના છોડ્યો
સેવા કાજે તો ખૂબ ઘૂમ્યો, દુઃખી જોઈ, તો દુઃખી બન્યો
કરવા ભજન તો જ્યાં બેઠો, ચિત્તે ત્યાં તો દગો દીધો
કરવા પૂજન તો જ્યાં બેઠો, સંજોગે ને યાદે ના છોડ્યો
મૂર્તિ સામે બેસી રહ્યો, ચિત્ત સાથે તો જગમાં ઘૂમી વળ્યો
ફરી-ફરી ખૂબ થાક્યો, છેડો તો સુખનો ના જડ્યો
વિકારો ને વિચારો છોડી, અંતરમાં તો જ્યાં ઊંડો ઊતર્યો
અંતરમાં જ્યાં ઊતરતો ગયો, સુખસાગર તો મળી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ahīṁ pharyō, tahīṁ pharyō, jaganō khūṇēkhūṇō pharī valyō
sukha kājē tō badhē pharyō, aṇasāra sukhanō tō nā malyō
gōtyuṁ sukha tō mahēlamāṁ, vāsa duḥkhanō tyāṁ bhī dīṭhō
jhūṁpaḍīē tō jaīnē vasyō, duḥkhē tō pīchō nā chōḍyō
sēvā kājē tō khūba ghūmyō, duḥkhī jōī, tō duḥkhī banyō
karavā bhajana tō jyāṁ bēṭhō, cittē tyāṁ tō dagō dīdhō
karavā pūjana tō jyāṁ bēṭhō, saṁjōgē nē yādē nā chōḍyō
mūrti sāmē bēsī rahyō, citta sāthē tō jagamāṁ ghūmī valyō
pharī-pharī khūba thākyō, chēḍō tō sukhanō nā jaḍyō
vikārō nē vicārō chōḍī, aṁtaramāṁ tō jyāṁ ūṁḍō ūtaryō
aṁtaramāṁ jyāṁ ūtaratō gayō, sukhasāgara tō malī gayō
English Explanation |
|
In this Gujarati bhajan on self awareness,
He is saying...
Roamed here, roamed there, roamed in every corner of the world,
For happiness, I wandered everywhere, but happiness was not found anywhere.
Tried looking for happiness in the palace, but unhappiness was residing there too.
I went and stayed in a hut, but unhappiness did not leave that place too.
I wandered a lot in giving service, but looking at grief stricken, I felt unhappy too.
As I sat down to recite the hymns, my mind betrayed me.
As I sat down to worship, the thoughts of my circumstances did not leave me.
I kept sitting in front of the idol, but my mind kept on wandering all over the world.
Wandering and wandering, I really got tired , but couldn’t find happiness.
Dispelling my disorders and thoughts, I entered deep in my consciousness, I found an ocean of joy.
Kaka is explaining that searching for happiness in places of the world like a palace or a hut and in your mind (where complexity prevails in abundance) is a futile exercise. Kaka is reflecting that the source of true happiness is not in the outside world . Happiness can not be found when our mind and thoughts are not still, no matter where we go or do. We can not even worship or focus in Divine if our mind and thoughts are wandering. Kaka is urging us to focus on discarding our thoughts which are identifying with our mind, eventually bringing only sorrows. Kaka is urging us to explore the level of consciousness which is connected with our true self, our soul and eternal happiness will be attained obliviously.
|