1987-12-21
1987-12-21
1987-12-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12593
મંજુલ રણકાર તારી ઘૂઘરીની તો જ્યાં વાગી
મંજુલ રણકાર તારી ઘૂઘરીની તો જ્યાં વાગી
રે માડી તારી લીલા, વિશ્વમાં તો છે ન્યારી
નાદે-નાદે આતમ ચેતના તો મારી જાગી - રે માડી...
સૂતેલી ભાવનાને, તારાં દર્શનની આશ જગાવી - રે માડી...
શંકા-કુશંકા ને હૈયાના ડરને, દીધી એણે હટાવી - રે માડી...
સૂકેલા મારા હૈયામાં, પ્રેમની સરિતા દીધી વહાવી - રે માડી...
વાસનાની રાહો બધી, દીધી એણે તો ભુલાવી - રે માડી...
તારી પ્રેમાળ મૂર્તિને, હૈયામાં દીધી એણે સમાવી - રે માડી...
તલસાટ હૈયાના, સુખદુઃખ સંસારનાં દીધાં હટાવી - રે માડી...
સાચી સમજણ આપી, પડદા માયાના દીધા હટાવી - રે માડી...
ન જોયા દોષો મારા, કૃપા તારી એવી વરસાવી - રે માડી...
નિર્બળ મારા હૈયાને, મજબૂત દીધું તેં બનાવી - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁjula raṇakāra tārī ghūgharīnī tō jyāṁ vāgī
rē māḍī tārī līlā, viśvamāṁ tō chē nyārī
nādē-nādē ātama cētanā tō mārī jāgī - rē māḍī...
sūtēlī bhāvanānē, tārāṁ darśananī āśa jagāvī - rē māḍī...
śaṁkā-kuśaṁkā nē haiyānā ḍaranē, dīdhī ēṇē haṭāvī - rē māḍī...
sūkēlā mārā haiyāmāṁ, prēmanī saritā dīdhī vahāvī - rē māḍī...
vāsanānī rāhō badhī, dīdhī ēṇē tō bhulāvī - rē māḍī...
tārī prēmāla mūrtinē, haiyāmāṁ dīdhī ēṇē samāvī - rē māḍī...
talasāṭa haiyānā, sukhaduḥkha saṁsāranāṁ dīdhāṁ haṭāvī - rē māḍī...
sācī samajaṇa āpī, paḍadā māyānā dīdhā haṭāvī - rē māḍī...
na jōyā dōṣō mārā, kr̥pā tārī ēvī varasāvī - rē māḍī...
nirbala mārā haiyānē, majabūta dīdhuṁ tēṁ banāvī - rē māḍī...
English Explanation |
|
In this Gujarati devotional bhajan,
He is saying...
As lovely sound of your anklet bead is heard,
O Divine Mother, your play in this world is unique.
With that sound of your anklet bead, my inner consciousness just woke up.
The sleeping emotions of mine woke to the hope of your vision.
The fear and doubts of heart is disintegrated by that sound.
It made river of love flow in my dried up heart.
It made me forget about all my desires.
It made me establish your beautiful idol in my heart.
It made me dispel all the anxiety of the heart and made me forget about worldly pleasures and grief.
It gave me true understanding, and it opened the curtains of the illusion.
Without looking at my faults, you showered such grace,
You made my weak heart so strong, O Divine Mother.
Kaka is expressing his devotion for Divine Mother and expressing his gratitude for her Grace.
|
|