1988-02-01
1988-02-01
1988-02-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12642
પ્રવેશતાં જગમાં, દીધા કોલ તેં પ્રભુને
પ્રવેશતાં જગમાં, દીધા કોલ તેં પ્રભુને
ફરશે જો તું એમાં, શાન એમાં તો તારી નથી (2)
કહેવડાવે તને તું શક્તિનું સંતાન
જોડીને રહીશ હાથ તું બેઠો, શાન એમાં તો તારી નથી (2)
મન જો સદા નાચ નચાવે
રહીશ નાચતો તું એમાં, શાન એમાં તો તારી નથી (2)
મુક્તિ કાજે રાખે તું ઝંખના
ઉપાધિ છોડવી નથી, શાન એમાં તો તારી નથી (2)
સત્કર્મોનાં ફૂંકીને બણગાં
કુકર્મો જો છૂટતાં નથી, શાન એમાં તો તારી નથી (2)
શાંતિની તો કરે ઝંખના
અશાંતિની ઉપાસના છૂટતી નથી, શાન એમાં તો તારી નથી (2)
ત્યાગની તો કરે વાતો મોટી
લોભ હજી તો છૂટતો નથી, શાન એમાં તો તારી નથી (2)
દયા કાજે છે બંધ દ્વાર તારાં
પ્રભુ પાસે નીકળે દયા માગવા, શાન એમાં તો તારી નથી (2)
જોઈ દુઃખ અન્યનું, હૈયું તારું દ્રવ્યું નથી
ખુદનું દુઃખ રડવામાં, શાન એમાં તો તારી નથી (2)
મળ્યો માનવદેહ તને, ઉપયોગ સાચો કર્યો નથી
માયામાં વિતાવ્યું જીવન, શાન એમાં તો તારી નથી (2)
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રવેશતાં જગમાં, દીધા કોલ તેં પ્રભુને
ફરશે જો તું એમાં, શાન એમાં તો તારી નથી (2)
કહેવડાવે તને તું શક્તિનું સંતાન
જોડીને રહીશ હાથ તું બેઠો, શાન એમાં તો તારી નથી (2)
મન જો સદા નાચ નચાવે
રહીશ નાચતો તું એમાં, શાન એમાં તો તારી નથી (2)
મુક્તિ કાજે રાખે તું ઝંખના
ઉપાધિ છોડવી નથી, શાન એમાં તો તારી નથી (2)
સત્કર્મોનાં ફૂંકીને બણગાં
કુકર્મો જો છૂટતાં નથી, શાન એમાં તો તારી નથી (2)
શાંતિની તો કરે ઝંખના
અશાંતિની ઉપાસના છૂટતી નથી, શાન એમાં તો તારી નથી (2)
ત્યાગની તો કરે વાતો મોટી
લોભ હજી તો છૂટતો નથી, શાન એમાં તો તારી નથી (2)
દયા કાજે છે બંધ દ્વાર તારાં
પ્રભુ પાસે નીકળે દયા માગવા, શાન એમાં તો તારી નથી (2)
જોઈ દુઃખ અન્યનું, હૈયું તારું દ્રવ્યું નથી
ખુદનું દુઃખ રડવામાં, શાન એમાં તો તારી નથી (2)
મળ્યો માનવદેહ તને, ઉપયોગ સાચો કર્યો નથી
માયામાં વિતાવ્યું જીવન, શાન એમાં તો તારી નથી (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pravēśatāṁ jagamāṁ, dīdhā kōla tēṁ prabhunē
pharaśē jō tuṁ ēmāṁ, śāna ēmāṁ tō tārī nathī (2)
kahēvaḍāvē tanē tuṁ śaktinuṁ saṁtāna
jōḍīnē rahīśa hātha tuṁ bēṭhō, śāna ēmāṁ tō tārī nathī (2)
mana jō sadā nāca nacāvē
rahīśa nācatō tuṁ ēmāṁ, śāna ēmāṁ tō tārī nathī (2)
mukti kājē rākhē tuṁ jhaṁkhanā
upādhi chōḍavī nathī, śāna ēmāṁ tō tārī nathī (2)
satkarmōnāṁ phūṁkīnē baṇagāṁ
kukarmō jō chūṭatāṁ nathī, śāna ēmāṁ tō tārī nathī (2)
śāṁtinī tō karē jhaṁkhanā
aśāṁtinī upāsanā chūṭatī nathī, śāna ēmāṁ tō tārī nathī (2)
tyāganī tō karē vātō mōṭī
lōbha hajī tō chūṭatō nathī, śāna ēmāṁ tō tārī nathī (2)
dayā kājē chē baṁdha dvāra tārāṁ
prabhu pāsē nīkalē dayā māgavā, śāna ēmāṁ tō tārī nathī (2)
jōī duḥkha anyanuṁ, haiyuṁ tāruṁ dravyuṁ nathī
khudanuṁ duḥkha raḍavāmāṁ, śāna ēmāṁ tō tārī nathī (2)
malyō mānavadēha tanē, upayōga sācō karyō nathī
māyāmāṁ vitāvyuṁ jīvana, śāna ēmāṁ tō tārī nathī (2)
English Explanation |
|
In this Gujarati bhajan, he is reminding us of all the promises that we need to fulfil in our human life.
He is saying...
While arriving in this world, if you turn around from the vow that you have given to God, that is below your dignity.
You call yourself child of energy, but if you just sit idle with folded hands, that is below your dignity.
If mind always makes you dance, and you keep dancing accordingly, that is below your dignity.
You always long for liberation, but you don't want to leave worldly mess (problems), that is below your dignity.
Boasting about wanting to do good deeds, you are always indulged in bad ones, that is below your dignity.
There is always deep desire for peace within, but you are always in conflicts, that is below your dignity.
You always talk about sacrifices, but you cannot leave greediness,
that is below your dignity.
You doors are closed for mercy, but you always ask mercy from God, that is below your dignity.
You never feel compassionate while seeing sorrows of others, while you always are crying about your sorrows, that is below your dignity.
Despite getting human form, you have not used it correctly, you just passed your life in illusions and attachments, that is below your dignity.
Kaka is reflecting and introspecting that we are given human life to use our energy in truthful manner, to journey towards liberation, to do good deeds, to be kind and compassionate, to attain eternal peace and happiness by connecting with divinity. Instead, we are spending a lifetime of human life in being lazy, being greedy, being hypocrite and indulging only in worldly matters. Kaka is urging us to be constantly aware of our actual goal and be persistent in our endeavour towards that goal.
|