|
View Original |
|
ગઈ છે ખોવાઈ શાંતિ તુજ હૈયાની
શોધ એની, બહાર તું કેમ કરે
મૂળ તો રહ્યાં છે સદા એનાં તુજમાં
શોધી, નિર્મૂળ એને જો નહિ કરે
વાસનાથી હૈયું તારું જ્યાં ભર્યું રહે
શા કાજે દુર્લક્ષ એનું કરે
જો શાંત એને તું નહિ કરે
આશાંતિ હૈયે તો સદા જોર કરે
મંથને-મંથને વિષ તો ઉપર આવે
ઊતરશે નહિ ઊંડો અંતરે, અમૃત નહિ જડે
પ્રેમનું જળ હૈયે જો તું નહિ ભરે
હૈયાનો અગ્નિ તો નહિ શમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)