|
View Original |
|
મેલનાં વાદળ આડે આવે (2)
ઊંડે-ઊંડે મેલ અંતરના જ્યાં ધોવાઈ જશે
કર્તાનાં તેજ તો ત્યાં પથરાઈ જશે
નાનો-મોટો ડાઘ ભી એમાં (2)
અંતરાય સદાય ઊભો કરશે - ઊંડે-ઊંડે…
શુદ્ધેશુદ્ધ તો સહેજે ભળશે (2)
અંતર તો જ્યાં શુદ્ધ બનશે (2)
વાસનાના તો પરપોટા ઊઠશે (2)
નિતનવાં રૂપ એ તો દેખાડે (2)
શુદ્ધ શાંત જળમાં તળિયું દેખાશે (2)
શુદ્ધ શાંત અંતરમાં તેજ દેખાયે (2)
હટતા અંતરાયો તો અંતરના (2)
ઊઠશે ચમકી તેજ તો ત્યાં (2)
આકુળવ્યાકુળ તો ના થઈ જાતો (2)
ધીરજ તો ના ખોજે જરાય (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)