1988-07-09
1988-07-09
1988-07-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12861
ભૂખ્યા પેટે તો ભજન ન થાયે, ભર્યા પેટે નીંદ આવે
ભૂખ્યા પેટે તો ભજન ન થાયે, ભર્યા પેટે નીંદ આવે
રે માડી, ત્યાં મારે શું કરવું, રે ત્યાં મારે શું કરવું
તારી સામે તો બેસું જ્યાં, મન તો જગ સારું ફરી આવે - રે માડી...
કામ ટાણે કામ ન સૂઝે, સૂત, વિત્ત, દારા યાદ ત્યાં આવે - રે માડી...
ચિંતા છોડું, ચિંતા જાગે, ચિંતાનો તો અંત ન આવે - રે માડી...
સ્મશાન વૈરાગ્ય ઘડી-ઘડી જાગે, સંસારે તો મનડું ભાગે - રે માડી...
બેસું તો નિર્મળતાના વિચારે, વાસના ત્યાં ધસી આવે - રે માડી...
કામ ટાણે કામ ન થાયે, ભજન ટાણે કામ યાદ તો આવે - રે માડી...
દિનભર માન, અપમાન જે થાયે, ભજન ટાણે યાદ એ આવે - રે માડી...
તુજમાં વિશ્વાસ તો જ્યાં જાગે, નકામી શંકા ખૂબ જાગે - રે માડી...
તું તો સદા હેત વરસાવે, મનડું મારું માયામાં ભાગે - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūkhyā pēṭē tō bhajana na thāyē, bharyā pēṭē nīṁda āvē
rē māḍī, tyāṁ mārē śuṁ karavuṁ, rē tyāṁ mārē śuṁ karavuṁ
tārī sāmē tō bēsuṁ jyāṁ, mana tō jaga sāruṁ pharī āvē - rē māḍī...
kāma ṭāṇē kāma na sūjhē, sūta, vitta, dārā yāda tyāṁ āvē - rē māḍī...
ciṁtā chōḍuṁ, ciṁtā jāgē, ciṁtānō tō aṁta na āvē - rē māḍī...
smaśāna vairāgya ghaḍī-ghaḍī jāgē, saṁsārē tō manaḍuṁ bhāgē - rē māḍī...
bēsuṁ tō nirmalatānā vicārē, vāsanā tyāṁ dhasī āvē - rē māḍī...
kāma ṭāṇē kāma na thāyē, bhajana ṭāṇē kāma yāda tō āvē - rē māḍī...
dinabhara māna, apamāna jē thāyē, bhajana ṭāṇē yāda ē āvē - rē māḍī...
tujamāṁ viśvāsa tō jyāṁ jāgē, nakāmī śaṁkā khūba jāgē - rē māḍī...
tuṁ tō sadā hēta varasāvē, manaḍuṁ māruṁ māyāmāṁ bhāgē - rē māḍī...
English Explanation |
|
In this beautiful Gujarati bhajan Kaka ji is talking about the status of mind. and he has given various illustrations to make us understand the status of mind . As, devotion for a Divine is done wholeheartedly it does not depend on the status of your stomach, or else as when you have to do something your mind does not supports to do it ,& when you are not supposed to do that thing then your mind thinks over it. This is an act of Mind ,which makes you unstable & does not allows you to take a right decision.
Kaka ji explains
On an empty stomach hymns cannot to be sung and on a full stomach you get sleepy.
O' mother then what shall I do what shall I do
When I sit in front of you, my mind roams al over the world.
At the time of work, I cannot think of working, and my mind is always thinking of something irrelevant.
As I leave worries, worries wake up worries do not end O Mother.
As if crematorium abstinence rises ,again and again. & the Mind starts running towards the world.O' Mother.
I sit being serene in my thoughts, but lust arises in the mind.
Thinking of work, work does not happen but while singing a hymn, we do remember all our work O'Mother.
Whole day which we have spent by bearing insult or honour, It takes place in our mind, while doing our prayers or while singing the hymns.
The trust arises in you, but the incapable doubt arises in us
You always pour love, but my mind runs towards hallucinations.
Kakaji here says to be careful of the tricky mind as it does not allows to take right decision in life.
|