1988-08-27
1988-08-27
1988-08-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12934
ક્ષણે-ક્ષણે બદલાતી દુનિયામાં માડી, બધું બદલાતું જાય
ક્ષણે-ક્ષણે બદલાતી દુનિયામાં માડી, બધું બદલાતું જાય
સ્થિર નથી કાંઈ જગમાં રે માડી, સ્થિર કેમ કરી રહેવાય રે
સાગરમાં ઊછળતાં મોજાં માડી, નિતનવાં તો બદલાય રે
સૂર્યમાંથી ફૂટતાં કિરણો માડી, નિતનવાં નીકળી લુપ્ત થઈ જાય રે
વહેતા વાયુની લહેરી જગમાં માડી, નિતનવી તો વહેતી જાય રે
ધરતી પણ સ્થિર નથી રે માડી, નિત્ય એ તો ફરતી જાય રે
દિન ઊગે ને દિન આથમે રે માડી, દિન રોજ તો બદલાતા જાય રે
માનવ જન્મે, માનવ મરે તો માડી, આવનજાવન રોજ એની થાય રે
વિચારો મારા સ્થિર નથી રે માડી, રોજ નવા-નવા બદલાય રે
સ્થિર તો છે જગમાં તું રે માડી, સ્થિર થવાનો બતાવજે ઉપાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kṣaṇē-kṣaṇē badalātī duniyāmāṁ māḍī, badhuṁ badalātuṁ jāya
sthira nathī kāṁī jagamāṁ rē māḍī, sthira kēma karī rahēvāya rē
sāgaramāṁ ūchalatāṁ mōjāṁ māḍī, nitanavāṁ tō badalāya rē
sūryamāṁthī phūṭatāṁ kiraṇō māḍī, nitanavāṁ nīkalī lupta thaī jāya rē
vahētā vāyunī lahērī jagamāṁ māḍī, nitanavī tō vahētī jāya rē
dharatī paṇa sthira nathī rē māḍī, nitya ē tō pharatī jāya rē
dina ūgē nē dina āthamē rē māḍī, dina rōja tō badalātā jāya rē
mānava janmē, mānava marē tō māḍī, āvanajāvana rōja ēnī thāya rē
vicārō mārā sthira nathī rē māḍī, rōja navā-navā badalāya rē
sthira tō chē jagamāṁ tuṁ rē māḍī, sthira thavānō batāvajē upāya rē
English Explanation |
|
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…
In the ever-changing world, everything keeps changing every moment.
Nothing is steady in this world, how can one remain stable?
The rising waves in the ocean are changing every day, O Mother,
Even the sun rays that are spreading out of the sun are new every day and then they fade away too, O Mother.
The breeze of the wind also keeps changing every day,
Even the earth is not steady, it keeps rotating every day.
The day rises after the night ends,
The day and night also keep changing.
A man takes birth and also meets with the death,
The going and coming of a man also keep happening.
My thoughts are also not steady, it keeps changing every day.
The only thing that is eternal in this world, is you, O Divine Mother.
Please show the way to become stable.
Kaka is introspecting that nothing is steady in this world. Even the elements of Nature keep changing. Similarly, our thoughts also keep arising and changing constantly. Change is the only constant thing. Kaka is urging us to acknowledge the changing nature of this world with grace and dignity and pray to the Divine Mother to keep us stable through the constantly changing external and internal elements.
|