1988-10-17
1988-10-17
1988-10-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13032
તૂટી-ફૂટી છે નાવડી મારી, તરવો છે આ સંસાર
તૂટી-ફૂટી છે નાવડી મારી, તરવો છે આ સંસાર
હૈયે આશા છે ભરી રે માડી, ઉતારશે તો તું ભવપાર
એક આફત શમે ના શમે, ત્યાં જાગે તો બીજી હજાર
હાલત છે એવી રે મારી, કરજે માડી જરા તો વિચાર
ચારેકોર તોફાન ઊછળે, સૂઝે ના દિશા તો લગાર
ક્યાં છું, શું થાશે રે માડી, આવે ત્યારે તો આ વિચાર
આંખ સામે દેખાયે તાંડવ, દેખાયે સંહાર તણો શણગાર
વહેલી દોડી આવજે મારી માડી, કરવા મારી વહાર
આંખ સામે ખોટા કર્મો નાચે, વહે તો છે અશ્રુધાર
હવે તો વાર ના કરજે રે માડી, સુણજે રે મારી પુકાર
હાલકડોલક થાયે નાવડી મારી, છે તું તો એની લંગાર
જગનો છે તું તો આધાર, બનજે આ નિરાધારનો આધાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tūṭī-phūṭī chē nāvaḍī mārī, taravō chē ā saṁsāra
haiyē āśā chē bharī rē māḍī, utāraśē tō tuṁ bhavapāra
ēka āphata śamē nā śamē, tyāṁ jāgē tō bījī hajāra
hālata chē ēvī rē mārī, karajē māḍī jarā tō vicāra
cārēkōra tōphāna ūchalē, sūjhē nā diśā tō lagāra
kyāṁ chuṁ, śuṁ thāśē rē māḍī, āvē tyārē tō ā vicāra
āṁkha sāmē dēkhāyē tāṁḍava, dēkhāyē saṁhāra taṇō śaṇagāra
vahēlī dōḍī āvajē mārī māḍī, karavā mārī vahāra
āṁkha sāmē khōṭā karmō nācē, vahē tō chē aśrudhāra
havē tō vāra nā karajē rē māḍī, suṇajē rē mārī pukāra
hālakaḍōlaka thāyē nāvaḍī mārī, chē tuṁ tō ēnī laṁgāra
jaganō chē tuṁ tō ādhāra, banajē ā nirādhāranō ādhāra
English Explanation |
|
In this Gujarati prayer bhajan, he is praying…
My boat (life) is all broken and I have to travel through with it.
My heart is filled with the hope that You, O Divine Mother, will take me to the other side.
Just when one disaster gets solved, then thousands other rise up.
Such is my condition, O Divine Mother, please think about that.
Everywhere, calamities rise up and the correct direction cannot be found.
Where am I, and what will happen, such thoughts arise, O Divine Mother.
In front of my eyes, such dance of adversity is seen and then I see you coming to help.
Please come at earliest, O Divine Mother, please come to help me through it.
I see the effects of my wrong actions and tears continue to flow down my eyes.
Please do not delay any further, O Divine Mother, please listen to my calling.
My boat is very shaky, O Divine Mother, you are my anchor.
You are the support of this whole world, please be the support of helpless me.
Kaka is praying to Divine Mother and explaining that we go through many, many hassles in life and end up taking wrong decisions through many circumstances and cry afterward, looking at disastrous effects of the actions taken by us. Right decisions, right direction, right navigation, and right actions are taken as soon as Divine grace is showered upon us through our prayers, meditation and sincere, honest calling for the Divine.
|