એક પૂર્ણ વિના તો જગમાં છે બધું અધૂરું રે
ના રહે જરૂરિયાત, ના જાગે જરૂરિયાત, વિના એના, બધું અધૂરું રે
જાગી કોઈ આશા, બને અધૂરાં, રહે એ તો અધૂરા રે
થાવા પૂર્ણ રહે કોશિશ, આશંકાથી તો રહે અધૂરા રે
લોભનો ના અંત છે, રાખે સદા એ તો અધૂરા રે
દામ વિનાના દામ છે એના, દેવા એક દામ તો પુરા રે
પૂર્ણ છે ન માતા વિના એમાં, બાકી રહેલા સહુ અધૂરા રે
જ્યાં સત્ય નથી તે પૂર્ણ નથી, અન્ય રહે ત્યાં અધૂરા રે
સોંપી દે તારી જાત પૂર્ણને, પૂર્ણ તને બનાવશે રે
જગવ્યાપીની છે જગદંબા, એના વિના પૂર્ણ નથી કોઈ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)