1989-05-31
1989-05-31
1989-05-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13352
બની માનવ, જો માનવના કામમાં ન આવીએ, માનવ બન્યા શું કામનું

રાતભર કરી ઇંતેજારી, સમય આવતા નીંદ આવી, તો એ શા કામનું
જોઈ રાહ સહાયની, અવસર વીતે જો મળે, મળી તોય એ શા કામની
જોઈ રાહ મોતની, મોત ના મળ્યું, આવું, ઇચ્છા જીવવાની જાગી, તો શા કામની
ચાલ્યો રાહ પર ભૂલો પડ્યો, થાક્યો, મળી રાહ ત્યારે, તો એ શા કામની
પળો આવી ઘણી હાથમાં, વેડફી બધી, જાગ્યો પસ્તાવો, તો એ શા કામનો
હોય હાથમાં, કિંમત ના કરી, જાતાં પસ્તાવો જાગ્યો, તો એ શા કામનો
તરસ લાગતાં, આપ્યું ન પાણી કોઈએ, મરતાં મુખે મૂક્યું પાણી, તો એ શા કામનું
રાખ્યું જીવનભર ચિત્તને ફરતું, અંત કાળે કરવા સ્થિર, કોશિશ કીધી, તો એ શા કામની
જીવનભર તો વેર કેળવ્યું, મરતા કરી પ્રશંસા એની, તો એ શા કામનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banī mānava, jō mānavanā kāmamāṁ na āvīē, mānava banyā śuṁ kāmanuṁ
rātabhara karī iṁtējārī, samaya āvatā nīṁda āvī, tō ē śā kāmanuṁ
jōī rāha sahāyanī, avasara vītē jō malē, malī tōya ē śā kāmanī
jōī rāha mōtanī, mōta nā malyuṁ, āvuṁ, icchā jīvavānī jāgī, tō śā kāmanī
cālyō rāha para bhūlō paḍyō, thākyō, malī rāha tyārē, tō ē śā kāmanī
palō āvī ghaṇī hāthamāṁ, vēḍaphī badhī, jāgyō pastāvō, tō ē śā kāmanō
hōya hāthamāṁ, kiṁmata nā karī, jātāṁ pastāvō jāgyō, tō ē śā kāmanō
tarasa lāgatāṁ, āpyuṁ na pāṇī kōīē, maratāṁ mukhē mūkyuṁ pāṇī, tō ē śā kāmanuṁ
rākhyuṁ jīvanabhara cittanē pharatuṁ, aṁta kālē karavā sthira, kōśiśa kīdhī, tō ē śā kāmanī
jīvanabhara tō vēra kēlavyuṁ, maratā karī praśaṁsā ēnī, tō ē śā kāmanuṁ
|