1989-08-31
1989-08-31
1989-08-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13465
ઊઠે જ્યાં ઊંડેથી, તારા અંતરમાં સાદ, સાંભળવું ત્યાં ભૂલતો નહિ

પોકારે બળવો મનડું તારું રે જેમાં, આગળ એમાં તું વધતો નહિ
કરે બુદ્ધિ દલીલો તો ખૂબ જ્યાં, વિચારવું ત્યાં તું ભૂલતો નહિ
છે તું બે દિનનો મહેમાન તો જગમાં, યાદ રાખવું આ ભૂલતો નહિ
સમજાય ના પારકા કે પાતોના, આગળ ત્યાં તું વધતો નહિ
પ્રભુ ભક્તિને તો, નફા નુક્શાનમાં સરવાળા તું માંડતો નહિ
મૂકજે વિશ્વાસ ભલે તું, અંધવિશ્વાસ કોઈમાં તું મુક્તો નહિ
સુખની વ્યાખ્યા રોજ જ્યાં બદલાય, સુખ એને તું ગણતો નહિ
પ્રેમમાં અપેક્ષા જો જાગી જાય, સાચો પ્રેમ એને તું ગણતો નહિ
જાગે વિપરીત સંજોગો જીવનમાં, છે ફળ એ કર્મનું, ભૂલતો નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭhē jyāṁ ūṁḍēthī, tārā aṁtaramāṁ sāda, sāṁbhalavuṁ tyāṁ bhūlatō nahi
pōkārē balavō manaḍuṁ tāruṁ rē jēmāṁ, āgala ēmāṁ tuṁ vadhatō nahi
karē buddhi dalīlō tō khūba jyāṁ, vicāravuṁ tyāṁ tuṁ bhūlatō nahi
chē tuṁ bē dinanō mahēmāna tō jagamāṁ, yāda rākhavuṁ ā bhūlatō nahi
samajāya nā pārakā kē pātōnā, āgala tyāṁ tuṁ vadhatō nahi
prabhu bhaktinē tō, naphā nukśānamāṁ saravālā tuṁ māṁḍatō nahi
mūkajē viśvāsa bhalē tuṁ, aṁdhaviśvāsa kōīmāṁ tuṁ muktō nahi
sukhanī vyākhyā rōja jyāṁ badalāya, sukha ēnē tuṁ gaṇatō nahi
prēmamāṁ apēkṣā jō jāgī jāya, sācō prēma ēnē tuṁ gaṇatō nahi
jāgē viparīta saṁjōgō jīvanamāṁ, chē phala ē karmanuṁ, bhūlatō nahi
|