Hymn No. 5859 | Date: 11-Jul-1995
કુદરતના રે ખૂણે ખૂણે, છુપાયું છે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
kudaratanā rē khūṇē khūṇē, chupāyuṁ chē śuṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-07-11
1995-07-11
1995-07-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1347
કુદરતના રે ખૂણે ખૂણે, છુપાયું છે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
કુદરતના રે ખૂણે ખૂણે, છુપાયું છે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
હૈયાંના ખૂણામાં રે, છુપાયું છે રે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
નજર જોશે રે શું, નજરમાં રે દેખાશે રે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
જાણકાર પણ જાશે જ્યાં પીગળી, છે જાણકાર એ કોણ, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
ભાગ્યે જીવન જ્યાં ભોગવી લીધું, છે હવે ભાગ્યમાં રે શું, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
જીવનમાં પ્રેમના પ્યાલા રહ્યાં જ્યાં અધૂરા, પીવાશે ક્યારે પૂરા, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
કઈ ઇચ્છા તાણી જાશે કોને ને ક્યાં, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
ખુદ ના જાણે ક્યારે એ કરશે રે શું, કરશે એ શું ક્યારે, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
કરે છે યત્ન સહુ જીવનમાં, ફળ મળશે ક્યારે ને કેવા, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
પ્રભુના દર્શનની છે ઇચ્છા સહુના હૈયે, મળશે ક્યારે ને કેમ, એ તો કોણ જાણે, એ તો કોણ જાણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kudaratanā rē khūṇē khūṇē, chupāyuṁ chē śuṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
haiyāṁnā khūṇāmāṁ rē, chupāyuṁ chē rē śuṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
najara jōśē rē śuṁ, najaramāṁ rē dēkhāśē rē śuṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
jāṇakāra paṇa jāśē jyāṁ pīgalī, chē jāṇakāra ē kōṇa, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
bhāgyē jīvana jyāṁ bhōgavī līdhuṁ, chē havē bhāgyamāṁ rē śuṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
jīvanamāṁ prēmanā pyālā rahyāṁ jyāṁ adhūrā, pīvāśē kyārē pūrā, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
kaī icchā tāṇī jāśē kōnē nē kyāṁ, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
khuda nā jāṇē kyārē ē karaśē rē śuṁ, karaśē ē śuṁ kyārē, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
karē chē yatna sahu jīvanamāṁ, phala malaśē kyārē nē kēvā, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
prabhunā darśananī chē icchā sahunā haiyē, malaśē kyārē nē kēma, ē tō kōṇa jāṇē, ē tō kōṇa jāṇē
|