|
View Original |
|
વર્તન તો શોભે સદા વિવેકથી રે, ભક્તિ તો શોભે સદા ભાવથી રે
સંબંધ તો શોભે સદા પ્યારથી રે, તપ તો શોભે સદા ત્યાગથી રે
ગીત તો શોભે સદા સૂરથી રે, સંગીત તો શોભે સદા તાલથી રે
નદી સરોવર શોભે તો જળથી રે, વન તો શોભે સદા હરિયાળીથી રે
ઘર શોભે સદા કિલ્લોલથી રે, મુગટ તો શોભે સદા કલગીથી રે
સાગર તો શોભે સદા મોજાથી રે, ચંદ્ર તો શોભે સદા ચાંદનીથી રે
વેપાર તો શોભે સદા શાખથી રે, શબ્દ તો શોભે સદા અર્થથી રે
વાયુ તો શોભે સદા શીતળતાથી રે, સૂર્ય તો શોભે સદા તેજથી રે
જીવન તો સદા શોભે સંયમથી રે, ભક્ત તો શોભે સદા ભગવાનથી રે
રાજ તો શોભે સદા કારભારથી રે, ઘોડો તો શોભે એની ચાલથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)