1989-09-13
1989-09-13
1989-09-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13489
છે સળગતા જ્વાળામુખી પર તો આસન તારું, જેની તને ખબર નથી

ફાટશે અચાનક કેમ અને ક્યારે એ તો, ખબર એની તને પડવાની નથી
નથી કોઈ વરદાન પાસે તો તારી, શું ભસ્મ એમાં તો તું બનશે નહીં
વરદાન સહિત હોળિકા જળી ગઈ, બચી ના શકી એ તો એમાંથી
જાણે છે ક્રોધે કંઈકને જલાવ્યા, બનાવી રાખ તો કંઈકના જીવનની
છે શું કવચ તારી પાસે એનું, ભસ્મ બનશે નહીં શું તારા જીવનની
ઈર્ષ્યાએ જલી જલાવી, કીધી ભસ્મ તો કંઈકના હૈયાની
છોડશે એ તો ક્યાંથી તને, સ્વીકારજે વાત આ સહુના અનુભવની
કામની જ્વાળા હૈયે જ્યાં જલી, જાયે એ તો સહુને રે બાળી
છુટાય ના જલદી એમાંથી, લપેટાયા જગમાં, સંસારી ને કંઈક વૈરાગી
વિરહનો અગ્નિ જલે જ્યાં હૈયે, ભૂલે ને ભુલાવે યાદ એ ખુદની
જાગે જ્યાં અગ્નિ એ પ્રભુ કાજે, છે જીવનની એ શુભ નિશાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē salagatā jvālāmukhī para tō āsana tāruṁ, jēnī tanē khabara nathī
phāṭaśē acānaka kēma anē kyārē ē tō, khabara ēnī tanē paḍavānī nathī
nathī kōī varadāna pāsē tō tārī, śuṁ bhasma ēmāṁ tō tuṁ banaśē nahīṁ
varadāna sahita hōlikā jalī gaī, bacī nā śakī ē tō ēmāṁthī
jāṇē chē krōdhē kaṁīkanē jalāvyā, banāvī rākha tō kaṁīkanā jīvananī
chē śuṁ kavaca tārī pāsē ēnuṁ, bhasma banaśē nahīṁ śuṁ tārā jīvananī
īrṣyāē jalī jalāvī, kīdhī bhasma tō kaṁīkanā haiyānī
chōḍaśē ē tō kyāṁthī tanē, svīkārajē vāta ā sahunā anubhavanī
kāmanī jvālā haiyē jyāṁ jalī, jāyē ē tō sahunē rē bālī
chuṭāya nā jaladī ēmāṁthī, lapēṭāyā jagamāṁ, saṁsārī nē kaṁīka vairāgī
virahanō agni jalē jyāṁ haiyē, bhūlē nē bhulāvē yāda ē khudanī
jāgē jyāṁ agni ē prabhu kājē, chē jīvananī ē śubha niśānī
|