|
View Original |
|
નથી દુશ્મની જનમથી તો કોઈને તો કોઈથી
થઈ જાય છે ઊભી દુશ્મની તો ગેરસમજથી
માને, સમજે સહુ સાચો પોતાને, પાયો આ નાંખી દે છે
સમજાતું નથી દૃષ્ટિબિંદુ જ્યાં અન્યનું, બંધ બારી એ કરી દે છે
ટકરાય લોભ-લાલચ જ્યાં ને ત્યાં, ઊભી એ તો કરી દે છે
અહંના નાક થઈ જાય લાંબા, સદા એ તો ટકરાવી દે છે
નફા નુકસાનની ગણતરી રે ઊંડી, ઊભી એ તો કરી દે છે
સરળતા હૈયાની કે બુદ્ધિની બની જાય ટૂંકી, નિર્માણ એ કરી દે છે
નાખે લોભ ભલે પડદો દુશ્મની પર, દીવાલ હેતની ઊભી કરી દે છે
સ્વીકાર, અસ્વીકારની, પરંપરા એ તો સરજી દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)