1990-05-14
1990-05-14
1990-05-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13504
હાથના કર્યા હૈયે વાગે છે, એ તો કુદરતનો ન્યાય
હાથના કર્યા હૈયે વાગે છે, એ તો કુદરતનો ન્યાય
બનતું ઊલટું દેખાય તો જ્યાં, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
સ્વીકારે ના બુદ્ધિ માનવા જગમાં, જેને તો પોતાના
ધીરે ધીરે જ્યાં એ પોતાના બની જાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
જીવનમાં સદા સત્યથી રે ચાલો, એમ તો સહુ કહેતાં જાય
જૂઠની તો બોલબાલા દેખાય સામે, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
રાખી હોય હૈયે જ્યાં ખૂબ આશા, ત્યાં નિરાશા જો મળી જાય
છેલ્લી ઘડીયે બાજી જ્યાં પલટાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
ધાર્યું હોય તો કાંઈ, થઈ જાયે કાંઈ, અહં ત્યાં તો ઘવાઈ જાય
હાર તો સ્વીકાર કરતા હૈયું અચકાય, મન ત્યાં તો ચકરાવે ચડી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hāthanā karyā haiyē vāgē chē, ē tō kudaratanō nyāya
banatuṁ ūlaṭuṁ dēkhāya tō jyāṁ, mana tyāṁ tō cakarāvē caḍī jāya
svīkārē nā buddhi mānavā jagamāṁ, jēnē tō pōtānā
dhīrē dhīrē jyāṁ ē pōtānā banī jāya, mana tyāṁ tō cakarāvē caḍī jāya
jīvanamāṁ sadā satyathī rē cālō, ēma tō sahu kahētāṁ jāya
jūṭhanī tō bōlabālā dēkhāya sāmē, mana tyāṁ tō cakarāvē caḍī jāya
rākhī hōya haiyē jyāṁ khūba āśā, tyāṁ nirāśā jō malī jāya
chēllī ghaḍīyē bājī jyāṁ palaṭāya, mana tyāṁ tō cakarāvē caḍī jāya
dhāryuṁ hōya tō kāṁī, thaī jāyē kāṁī, ahaṁ tyāṁ tō ghavāī jāya
hāra tō svīkāra karatā haiyuṁ acakāya, mana tyāṁ tō cakarāvē caḍī jāya
|