|
View Original |
|
અર્થ શબ્દોમાંથી જ નીકળે, એવું તો કાંઈ જગમાં નથી
ભાવ બોલ્યા વિના ઘણું કહી જાયે, એમાં કોઈ શંકા નથી
ઇશારા આંખના બોલ્યા વિના ઘણું કહે, એ તો છૂપું નથી
મૌન કંઈક વાર ઘણું કહી દે, જગમાં એ કાંઈ અજાણ્યું નથી
આંસુ હકીકત કહી જાય એની, એમાં તો કાંઈ શંકા નથી
વાણી વિનાની ભાષા હૈયે પહોંચે, એ તો કાંઈ છૂપું નથી
ભાષા બાળકની, માતા સમજી શકે, એનાથી ભાષા એ અજાણી નથી
કર્તાના બાળક છીએ આપણે, ભાષા આપણી એનાથી અજાણી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)