|
View Original |
|
સાધનાનું સાતત્ય જીવનમાં તો સદા જાળવજે
રહેવું છે જ્યાં જગમાં, તનને ભી તો સાચવજે
ગરમી તારી સાધનામાં, તો સતત તું રાખજે
મનને સદા તારા કાબૂમાં, તો તું લાવજે
પરમેશ્વરનું સ્મરણ તારા હૈયામાં સદા તું રાખજે
ધર્મને જાણીને, તારા શ્વાસેશ્વાસમાં તું વણજે
નીકળતું ઋણ આ જગમાં, આ જગમાં પૂરું તું કરજે
સાધવા સાંનિધ્ય પ્રભુનું, સતત જાગૃતિ રાખજે
જીવનની આ સરગમ શીખી લઈ, ધ્યેય તારું સાધજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)