1990-08-11
1990-08-11
1990-08-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13690
આવેશના વેશને જે ઓળખી શકે, આવેગના વેગને જે રોકી શકે
આવેશના વેશને જે ઓળખી શકે, આવેગના વેગને જે રોકી શકે
જીવનમાં સદા એ તો સુખી રહેશે, એ તો સુખી રહેશે
મુહૂર્તમાં રત તો જે સદા રહેશે, મુહૂર્ત એ તો ચૂકી જાશે
શુદ્ધ આચરણમાં જેના ચરણ રહેશે, નિવારણ દુઃખનું એને મળશે
સંયમને, નિયમને જે નેવે મૂકશે, યમ એની પાસે જલદી પહોંચશે
વિશ્વાસના શ્વાસમાં જેને વિશ્વાસ નથી, નિશ્વાસ તો એના હાથમાં રહેશે
સદ્દભાવને નિભાવજે તું જીવનમાં, ભાવ સદા એ તો કામ લાગશે
આતમસ્વરૂપ છે સ્વરૂપ તારું સાચું, એ સ્વરૂપમાં મસ્ત સદા તું રહેજે
વિરાગનો ચિરાગ તું જલાવી દેજે, રાખજે અનુરાગ એનો તું સાચો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvēśanā vēśanē jē ōlakhī śakē, āvēganā vēganē jē rōkī śakē
jīvanamāṁ sadā ē tō sukhī rahēśē, ē tō sukhī rahēśē
muhūrtamāṁ rata tō jē sadā rahēśē, muhūrta ē tō cūkī jāśē
śuddha ācaraṇamāṁ jēnā caraṇa rahēśē, nivāraṇa duḥkhanuṁ ēnē malaśē
saṁyamanē, niyamanē jē nēvē mūkaśē, yama ēnī pāsē jaladī pahōṁcaśē
viśvāsanā śvāsamāṁ jēnē viśvāsa nathī, niśvāsa tō ēnā hāthamāṁ rahēśē
saddabhāvanē nibhāvajē tuṁ jīvanamāṁ, bhāva sadā ē tō kāma lāgaśē
ātamasvarūpa chē svarūpa tāruṁ sācuṁ, ē svarūpamāṁ masta sadā tuṁ rahējē
virāganō cirāga tuṁ jalāvī dējē, rākhajē anurāga ēnō tuṁ sācō
|
|