Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3164 | Date: 22-Apr-1991
જીવનનું આ તો કડવું સત્ય જ છે, કહેવું સહેલું છે, કરવું તો અઘરું છે
Jīvananuṁ ā tō kaḍavuṁ satya ja chē, kahēvuṁ sahēluṁ chē, karavuṁ tō agharuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3164 | Date: 22-Apr-1991

જીવનનું આ તો કડવું સત્ય જ છે, કહેવું સહેલું છે, કરવું તો અઘરું છે

  No Audio

jīvananuṁ ā tō kaḍavuṁ satya ja chē, kahēvuṁ sahēluṁ chē, karavuṁ tō agharuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-04-22 1991-04-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14153 જીવનનું આ તો કડવું સત્ય જ છે, કહેવું સહેલું છે, કરવું તો અઘરું છે જીવનનું આ તો કડવું સત્ય જ છે, કહેવું સહેલું છે, કરવું તો અઘરું છે

સત્ય જીવનમાં તો સહુને વ્હાલું છે, જીવનમાં આચરણ એનું તો અઘરું છે

ફરતા મનની સાથે ફરવું સહેલું છે, કરવું સ્થિર એને તો અઘરું છે

અહંનું જાગવું જીવનમાં તો સહેલું છે, છૂટવું અહંનું જીવનમાં તો અઘરું છે

શ્રદ્ધા જીવનમાં તો જાગવી સહેલી છે, ટકાવવી એને જીવનમાં તો અઘરી છે

કરવાં કર્મો જીવનમાં તો સહેલું છે, રહેવું અલિપ્ત એનાથી એ તો અઘરું છે

વેર જાગવું જીવનમાં એ તો સહેલું છે, ભૂલવું જીવનમાં તો વેરને, એ તો અઘરું છે

મળવા સાથીદારો જીવનમાં એ તો સહેલું છે, ટકવા સાથીદારો જીવનમાં, એ તો અઘરું છે

પ્રેમ કરવો જીવનમાં એ તો સહેલું છે, ટકવો પ્રેમ તો જીવનમાં એ તો અઘરું છે

કરવી ભક્તિ જીવનમાં એ તો સહેલું છે, કરવું સહન ભક્તિ કાજે એ તો અઘરું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvananuṁ ā tō kaḍavuṁ satya ja chē, kahēvuṁ sahēluṁ chē, karavuṁ tō agharuṁ chē

satya jīvanamāṁ tō sahunē vhāluṁ chē, jīvanamāṁ ācaraṇa ēnuṁ tō agharuṁ chē

pharatā mananī sāthē pharavuṁ sahēluṁ chē, karavuṁ sthira ēnē tō agharuṁ chē

ahaṁnuṁ jāgavuṁ jīvanamāṁ tō sahēluṁ chē, chūṭavuṁ ahaṁnuṁ jīvanamāṁ tō agharuṁ chē

śraddhā jīvanamāṁ tō jāgavī sahēlī chē, ṭakāvavī ēnē jīvanamāṁ tō agharī chē

karavāṁ karmō jīvanamāṁ tō sahēluṁ chē, rahēvuṁ alipta ēnāthī ē tō agharuṁ chē

vēra jāgavuṁ jīvanamāṁ ē tō sahēluṁ chē, bhūlavuṁ jīvanamāṁ tō vēranē, ē tō agharuṁ chē

malavā sāthīdārō jīvanamāṁ ē tō sahēluṁ chē, ṭakavā sāthīdārō jīvanamāṁ, ē tō agharuṁ chē

prēma karavō jīvanamāṁ ē tō sahēluṁ chē, ṭakavō prēma tō jīvanamāṁ ē tō agharuṁ chē

karavī bhakti jīvanamāṁ ē tō sahēluṁ chē, karavuṁ sahana bhakti kājē ē tō agharuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3164 by Satguru Devendra Ghia - Kaka
First...316331643165...Last