|
View Original |
|
આવી ના જીવનમાં તો જ્યાં, સંજોગોની જવાબદારી
ઉપાધિ ને ઉપાધિ, રહી જીવનમાં તો ઉભરાણી
રાખી ના જીવનમાં તો, સમજદારીની તો તકેદારી
રહેતા રહેતા જીવનમાં, જરૂરત એની તો સમજાણી
માંગે છે જીવન તો સહુ પાસે, કરવા પૂરી જવાબદારી
સદાય જીવનમાં સહુને જરૂરત એની તો વરતાણી
રહી છે જીવનમાં તો સહુની, સ્વાર્થની તો તરફદારી
મળતી રહી છે જીવનમાં સહુને, એની ને એની ઉજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)