1991-08-26
1991-08-26
1991-08-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14343
વાતો કરવી મોટી મોટી, પળે પળે રહે ડહાપણની દાઢ ફૂટતી
વાતો કરવી મોટી મોટી, પળે પળે રહે ડહાપણની દાઢ ફૂટતી
આચરણ વિના તો એ છે, જાણે ઘી વિનાની સૂકી રોટી
દયા ધરમની કરવી વાતો ઘણી, પરકાજે દમડી ભી ના છૂટી - આચરણ...
સલાહ તો સંપની દીધી ઘણી, ઝઘડાની ઘરમાં વૃત્તિ ના છૂટી - આચરણ...
સેવાની કરી વાતો તો મોટી, કરવા ટાણે બહાનાં ગોતે જો વૃત્તિ - આચરણ...
વેરાગ્યની વાતો કરી રે ઘણી, લોલુપતા હૈયેથી જો ના હટી - આચરણ...
તપસ્યા જ્ઞાનની કરી રે ઘણી, સમયસર સરવાણી એની જો ના ફૂટી - આચરણ...
ધ્યાનની બડાશ હાંકી રે ઘણી, પળે પળે રહે જો એકાગ્રતા તો તૂટી - આચરણ...
રહે પાંપણો ભલે આંસુ ઝરતી, કઠોરતા હોય હૈયે જો ભરી ભરી - આચરણ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vātō karavī mōṭī mōṭī, palē palē rahē ḍahāpaṇanī dāḍha phūṭatī
ācaraṇa vinā tō ē chē, jāṇē ghī vinānī sūkī rōṭī
dayā dharamanī karavī vātō ghaṇī, parakājē damaḍī bhī nā chūṭī - ācaraṇa...
salāha tō saṁpanī dīdhī ghaṇī, jhaghaḍānī gharamāṁ vr̥tti nā chūṭī - ācaraṇa...
sēvānī karī vātō tō mōṭī, karavā ṭāṇē bahānāṁ gōtē jō vr̥tti - ācaraṇa...
vērāgyanī vātō karī rē ghaṇī, lōlupatā haiyēthī jō nā haṭī - ācaraṇa...
tapasyā jñānanī karī rē ghaṇī, samayasara saravāṇī ēnī jō nā phūṭī - ācaraṇa...
dhyānanī baḍāśa hāṁkī rē ghaṇī, palē palē rahē jō ēkāgratā tō tūṭī - ācaraṇa...
rahē pāṁpaṇō bhalē āṁsu jharatī, kaṭhōratā hōya haiyē jō bharī bharī - ācaraṇa...
|
|