1995-10-13
1995-10-13
1995-10-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1478
મરણ પછી યાદ તો કરે સહુ એને, જીવતાં ના કોઈ એને રે જાળવે

રે માનવ, આવાં રે જગમાં, ઉદ્ધાર તારો, કેમ અને ક્યારે થાશે
તેજે તેજે ચાલી ના શક્યા જે જીવનમાં, અંધારે મારગમાં કેમ એ ચાલશે
પથપ્રદર્શકની કરીને અવગણના જીવનમાં, જીવનમાં રસ્તો સાચો કેમ પામશે
દુઃખને દુઃખનું ગાણું ગાતાં રહેવું છે જેણે, સંગીન સપનું કેમ કરીને મહાલશે
અન્યની ઊંચાઈએ ના પહોંચી શક્યા જીવનમાં, ઇર્ષ્યામાં હૈયાં સદા જો બાળશે
કુદરતના ક્રમોને જઈ જઈને વીસરી જીવી રહ્યાં જીવનને જગમાં, જીવન એ કેમ ગણાશે
અન્ય કાજે મરી ગઈ છે મરી મીટવાની ભાવના, જીવનયાત્રા સારી રીતે પૂરી કેમ થાશે
સાચી સમજણની સીમામાં પ્રવેશ્યા ના જે કદી, જીવન તાત્પર્ય કેમ કરીને એ જાણશે
ના પ્રેમ દઈ શક્યા જીવનમાં, ના પ્રેમ ઝીલી શક્યા, પ્રેમ વિહોણું જીવન કેમ વિતાવશે
કરી ના સ્થાપના હૈયાંમાં તો જ્યાં પ્રભુની, આળોટી આળોટી માયામાં જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maraṇa pachī yāda tō karē sahu ēnē, jīvatāṁ nā kōī ēnē rē jālavē
rē mānava, āvāṁ rē jagamāṁ, uddhāra tārō, kēma anē kyārē thāśē
tējē tējē cālī nā śakyā jē jīvanamāṁ, aṁdhārē māragamāṁ kēma ē cālaśē
pathapradarśakanī karīnē avagaṇanā jīvanamāṁ, jīvanamāṁ rastō sācō kēma pāmaśē
duḥkhanē duḥkhanuṁ gāṇuṁ gātāṁ rahēvuṁ chē jēṇē, saṁgīna sapanuṁ kēma karīnē mahālaśē
anyanī ūṁcāīē nā pahōṁcī śakyā jīvanamāṁ, irṣyāmāṁ haiyāṁ sadā jō bālaśē
kudaratanā kramōnē jaī jaīnē vīsarī jīvī rahyāṁ jīvananē jagamāṁ, jīvana ē kēma gaṇāśē
anya kājē marī gaī chē marī mīṭavānī bhāvanā, jīvanayātrā sārī rītē pūrī kēma thāśē
sācī samajaṇanī sīmāmāṁ pravēśyā nā jē kadī, jīvana tātparya kēma karīnē ē jāṇaśē
nā prēma daī śakyā jīvanamāṁ, nā prēma jhīlī śakyā, prēma vihōṇuṁ jīvana kēma vitāvaśē
karī nā sthāpanā haiyāṁmāṁ tō jyāṁ prabhunī, ālōṭī ālōṭī māyāmāṁ jīvanamāṁ
|