|
View Original |
|
હૈયામાં વસીને `મા' સાંભળે સઘળી વાત
આ વાત હૈયે ધરશે તેનો થાયે બેડો પાર
ઘટઘટમાં રહીને વાસ કરે છે સિધ્ધમાત
આ દર્શન પામતાં છૂટશે ભવ કેરો ભાર
`મા' ને મળવાને જો કરશો સાચો નિર્ધાર
હૈયામાં સાચી ઝંખના ને `મા' તણો વિચાર
મનડું કરજો સ્થિર અને શુદ્ધ રાખજો આચાર
તો લાગશે માણવા જેવો આ સંસાર
અહંકાર ઓગાળજો ને બાળજો વાસના વિકાર
આ `મા' ને પામવા માટે છે શાસ્ત્રો તણો સાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)