Hymn No. 7133 | Date: 25-Nov-1997
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે
camakē chē, camakē chē, nabhamāṁ cāṁdaliyō tō camakē chē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1997-11-25
1997-11-25
1997-11-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15122
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે
એનાં મૃદુ શીતળ કિરણો, હૈયાને એ તો સ્પર્શે છે
આકાશે ઓઢી છે અનોખી ચૂંદડી, તારલિયા એમાં ચમકે છે
એનાં શીતળ કિરણો, દિલોદિમાગને, આનંદ અર્પે છે
ઓઢાડે એની, ઓઢણી ધરતીને, રૂપ એમાં એ તો બદલે છે
જુએ મુખડું એનું સમુદ્રમાં, અનેક મુખે એમાં તો એ હસે છે
ધરતીના ખૂણેખૂણામાંથી પણ, દર્શન એનાં તો મળે છે
કદી કદી લઈ વાદળોની આડ, મુખડું એમાં એ સંતાડે છે
સૂરજના તપતા તેજમાં, તેજ એનું એમાં ઢંકાઈ જાય છે
રહ્યા છે ચાંદ ને સૂરજ બંને નભમાં, ના બંને સાથે ચમકે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે
એનાં મૃદુ શીતળ કિરણો, હૈયાને એ તો સ્પર્શે છે
આકાશે ઓઢી છે અનોખી ચૂંદડી, તારલિયા એમાં ચમકે છે
એનાં શીતળ કિરણો, દિલોદિમાગને, આનંદ અર્પે છે
ઓઢાડે એની, ઓઢણી ધરતીને, રૂપ એમાં એ તો બદલે છે
જુએ મુખડું એનું સમુદ્રમાં, અનેક મુખે એમાં તો એ હસે છે
ધરતીના ખૂણેખૂણામાંથી પણ, દર્શન એનાં તો મળે છે
કદી કદી લઈ વાદળોની આડ, મુખડું એમાં એ સંતાડે છે
સૂરજના તપતા તેજમાં, તેજ એનું એમાં ઢંકાઈ જાય છે
રહ્યા છે ચાંદ ને સૂરજ બંને નભમાં, ના બંને સાથે ચમકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
camakē chē, camakē chē, nabhamāṁ cāṁdaliyō tō camakē chē
ēnāṁ mr̥du śītala kiraṇō, haiyānē ē tō sparśē chē
ākāśē ōḍhī chē anōkhī cūṁdaḍī, tāraliyā ēmāṁ camakē chē
ēnāṁ śītala kiraṇō, dilōdimāganē, ānaṁda arpē chē
ōḍhāḍē ēnī, ōḍhaṇī dharatīnē, rūpa ēmāṁ ē tō badalē chē
juē mukhaḍuṁ ēnuṁ samudramāṁ, anēka mukhē ēmāṁ tō ē hasē chē
dharatīnā khūṇēkhūṇāmāṁthī paṇa, darśana ēnāṁ tō malē chē
kadī kadī laī vādalōnī āḍa, mukhaḍuṁ ēmāṁ ē saṁtāḍē chē
sūrajanā tapatā tējamāṁ, tēja ēnuṁ ēmāṁ ḍhaṁkāī jāya chē
rahyā chē cāṁda nē sūraja baṁnē nabhamāṁ, nā baṁnē sāthē camakē chē
|