Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7184 | Date: 08-Jan-1998
દેવાતા તો દેવાઈ ગઈ, વિદાય તોય વસમી લાગી
Dēvātā tō dēvāī gaī, vidāya tōya vasamī lāgī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7184 | Date: 08-Jan-1998

દેવાતા તો દેવાઈ ગઈ, વિદાય તોય વસમી લાગી

  No Audio

dēvātā tō dēvāī gaī, vidāya tōya vasamī lāgī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-08 1998-01-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15173 દેવાતા તો દેવાઈ ગઈ, વિદાય તોય વસમી લાગી દેવાતા તો દેવાઈ ગઈ, વિદાય તોય વસમી લાગી

હતો જીવનનો એ આધાર, વિદાય એ સમજાવી ગઈ

ગઈ હતી જીવનમાં એવી સમાઈ, વિદાય ત્યાં વસમી લાગી

હતા નજદીક, નજદીકતા ના સમજાઈ, ખોટ ત્યાં વરતાણી

હાજરી તો ના સમજાણી, ગેરહાજરી જીવનમાં તો સાલી

હાજરીમાં તો અમાસ લાગી, દેતા વિદાય, ચાંદ પૂનમની બની

હાજરી તો સતાવતી રહી, દેતા વિદાય, હાજરીની ઝંખના જાગી

હાજરી આંખો પાણી ભલે ના લાવી, વિદાય પાંપણો ભીની કરી ગઈ

હાજરી ભલે સુખ ના દઈ શકી, વિદાય ના સુખી કરી ગઈ

વિદાઈ હાજરી પર પડદો નાખી શકી, ના યાદોને પડદામાં રાખી શકી

હરપળ જીવનમાં સરખી હશે, વિદાય એને લંબાવી ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēvātā tō dēvāī gaī, vidāya tōya vasamī lāgī

hatō jīvananō ē ādhāra, vidāya ē samajāvī gaī

gaī hatī jīvanamāṁ ēvī samāī, vidāya tyāṁ vasamī lāgī

hatā najadīka, najadīkatā nā samajāī, khōṭa tyāṁ varatāṇī

hājarī tō nā samajāṇī, gērahājarī jīvanamāṁ tō sālī

hājarīmāṁ tō amāsa lāgī, dētā vidāya, cāṁda pūnamanī banī

hājarī tō satāvatī rahī, dētā vidāya, hājarīnī jhaṁkhanā jāgī

hājarī āṁkhō pāṇī bhalē nā lāvī, vidāya pāṁpaṇō bhīnī karī gaī

hājarī bhalē sukha nā daī śakī, vidāya nā sukhī karī gaī

vidāī hājarī para paḍadō nākhī śakī, nā yādōnē paḍadāmāṁ rākhī śakī

harapala jīvanamāṁ sarakhī haśē, vidāya ēnē laṁbāvī gaī
Scan Image

Gujarati Bhajan no. 7184 by Satguru Devendra Ghia - Kaka
First...718071817182...Last