|
View Original |
|
તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે
દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર
તુજ હૈયા કેરા હેતથી મુજને નવરાવજે
દૂર થાશે સંસાર કેરો ભાર
તુજ આંખના અમીરસ મુજને ઘૂંટાવજે
હટી જાશે હૈયા કેરો ઉચાટ
તુજ હાસ્યનું પાન મુજને કરાવજે
ધન્ય થઈ જાશે મુજ જીવનકેરી વાટ
તુજ અંકમાં લઈ ખોળલે ખેલાવજે
હૈયે ધરી બેઠો છું આ આશ
તુજ હસ્ત મુજ મસ્તકે તું ધરાવજે
જોજે કરતી ના તું મુજને નિરાશ
તુજ સહાયથી મુજને નિઃસહાય ના બનાવજે
હૈયે ધરજે તું આ મારી વાત
તુજને જ્યારે-જ્યારે આ બાળક પોકારે
ત્યારે કોઈ બહાનાં ના કાઢતી મારી માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)