Hymn No. 7257 | Date: 19-Feb-1998
સૂરાવલિઓ ઊઠી હૈયામાં, લઈ ગઈ મને એ તો, મારા જગથી દૂર ને દૂર
sūrāvaliō ūṭhī haiyāmāṁ, laī gaī manē ē tō, mārā jagathī dūra nē dūra
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-02-19
1998-02-19
1998-02-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15246
સૂરાવલિઓ ઊઠી હૈયામાં, લઈ ગઈ મને એ તો, મારા જગથી દૂર ને દૂર
સૂરાવલિઓ ઊઠી હૈયામાં, લઈ ગઈ મને એ તો, મારા જગથી દૂર ને દૂર
રચાઈ સૃષ્ટિ એવી તો એમાં, ધકેલી ગઈ મને એમાં તો એ ક્યાં ને ક્યાં દૂર
ખેંચાયું હૈયું જ્યાં એમાં, હૈયામાં ઊઠ્યા ત્યાં તો ભાવો ને ભાવોનાં તો પૂર
પહોંચી ગયો હું તો એમાં, એક એવી તો દુનિયામાં, આ દુનિયાથી તો દૂર ને દૂર
ના હતા કોઈ કિનારા તો એને, હતો એ એક એવો સાગર, ભાવોથી તો ભરપૂર
ભુલાઈ ગયું સાનભાન તો તનનું, મન તો બની ગયું, સૂરાવલિઓનું નૂપુર
રહી ના સમયની ગણત્રી એમાં, પહોંચી ગયા તો ત્યાં, સમયથી ક્યાંય દૂર
તનમન ઝૂમી રહ્યું આનંદમાં, બની તો એ ગયું, જ્યાં એ તો આનંદ સ્વરૂપ
અનુભવ ને અનુભવ લેનાર તો ત્યાં બન્યો, તત્ક્ષણ તો ત્યાં એ એક રૂપ
આધિ વ્યાધિ ઉપાધિ, ગઈ બધી તો ભુલાઈ, ના કહેનાર તો ત્યાં તો કોઈ હતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūrāvaliō ūṭhī haiyāmāṁ, laī gaī manē ē tō, mārā jagathī dūra nē dūra
racāī sr̥ṣṭi ēvī tō ēmāṁ, dhakēlī gaī manē ēmāṁ tō ē kyāṁ nē kyāṁ dūra
khēṁcāyuṁ haiyuṁ jyāṁ ēmāṁ, haiyāmāṁ ūṭhyā tyāṁ tō bhāvō nē bhāvōnāṁ tō pūra
pahōṁcī gayō huṁ tō ēmāṁ, ēka ēvī tō duniyāmāṁ, ā duniyāthī tō dūra nē dūra
nā hatā kōī kinārā tō ēnē, hatō ē ēka ēvō sāgara, bhāvōthī tō bharapūra
bhulāī gayuṁ sānabhāna tō tananuṁ, mana tō banī gayuṁ, sūrāvaliōnuṁ nūpura
rahī nā samayanī gaṇatrī ēmāṁ, pahōṁcī gayā tō tyāṁ, samayathī kyāṁya dūra
tanamana jhūmī rahyuṁ ānaṁdamāṁ, banī tō ē gayuṁ, jyāṁ ē tō ānaṁda svarūpa
anubhava nē anubhava lēnāra tō tyāṁ banyō, tatkṣaṇa tō tyāṁ ē ēka rūpa
ādhi vyādhi upādhi, gaī badhī tō bhulāī, nā kahēnāra tō tyāṁ tō kōī hatuṁ
|