1998-04-25
1998-04-25
1998-04-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15329
મંદિર મારે તો કહેવું કોને, મંદિર મારે તો ગણવું કોને
મંદિર મારે તો કહેવું કોને, મંદિર મારે તો ગણવું કોને
ભૂલી ના શકું જીવનની વાત મારી, ફોગટ કરી મંદિર મુસાફરી
નીકળ્યો છોડવા ઉપાધિઓ મારી, લાવ્યો સાથે અન્યની ઉપાધિ
બેઠા મૂર્તિ સામે, પામવા શાંતિ, છોડી ના શક્યો હૈયાની ઉપાધિ
દુઃખદર્દની દાસ્તાં તો છે લાંબી, બેસું કહેવા થાય ના પૂરી
બેઠો છોડવા ઇચ્છાઓ બધી, નવી ઇચ્છાઓ સાથે, થઈ મૂસાફરી પૂરી
લઈ લઈ ઇચ્છાઓ ફરું યાદી, દે સોનેરી સપનાં એ તો જગાવી
લઈ લઈ સહારા પ્રાર્થનાઓના, દીધી ઇચ્છાઓ પર બંધ બાંધી
મંદિર મંદિર રહ્યો હું તો ફરતો, અશાંતિ એણે દીધી વધુ જગાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મંદિર મારે તો કહેવું કોને, મંદિર મારે તો ગણવું કોને
ભૂલી ના શકું જીવનની વાત મારી, ફોગટ કરી મંદિર મુસાફરી
નીકળ્યો છોડવા ઉપાધિઓ મારી, લાવ્યો સાથે અન્યની ઉપાધિ
બેઠા મૂર્તિ સામે, પામવા શાંતિ, છોડી ના શક્યો હૈયાની ઉપાધિ
દુઃખદર્દની દાસ્તાં તો છે લાંબી, બેસું કહેવા થાય ના પૂરી
બેઠો છોડવા ઇચ્છાઓ બધી, નવી ઇચ્છાઓ સાથે, થઈ મૂસાફરી પૂરી
લઈ લઈ ઇચ્છાઓ ફરું યાદી, દે સોનેરી સપનાં એ તો જગાવી
લઈ લઈ સહારા પ્રાર્થનાઓના, દીધી ઇચ્છાઓ પર બંધ બાંધી
મંદિર મંદિર રહ્યો હું તો ફરતો, અશાંતિ એણે દીધી વધુ જગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁdira mārē tō kahēvuṁ kōnē, maṁdira mārē tō gaṇavuṁ kōnē
bhūlī nā śakuṁ jīvananī vāta mārī, phōgaṭa karī maṁdira musāpharī
nīkalyō chōḍavā upādhiō mārī, lāvyō sāthē anyanī upādhi
bēṭhā mūrti sāmē, pāmavā śāṁti, chōḍī nā śakyō haiyānī upādhi
duḥkhadardanī dāstāṁ tō chē lāṁbī, bēsuṁ kahēvā thāya nā pūrī
bēṭhō chōḍavā icchāō badhī, navī icchāō sāthē, thaī mūsāpharī pūrī
laī laī icchāō pharuṁ yādī, dē sōnērī sapanāṁ ē tō jagāvī
laī laī sahārā prārthanāōnā, dīdhī icchāō para baṁdha bāṁdhī
maṁdira maṁdira rahyō huṁ tō pharatō, aśāṁti ēṇē dīdhī vadhu jagāvī
|
|