1998-06-27
1998-06-27
1998-06-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15417
ભૂલો કરવી કોઈને ગમતી નથી, જીવનમાં ભૂલો તો થઈ જાય છે
ભૂલો કરવી કોઈને ગમતી નથી, જીવનમાં ભૂલો તો થઈ જાય છે
શિક્ષા તો કોઈને જોઈતી નથી, જીવનમાં શિક્ષા તો મળી જાય છે
વેર તો ખપતું નથી કોઈને જીવનમાં, વેર તોય એ બંધાઈ જાય છે
પ્રેમથી દસ ગાઉ દૂર રહેવા ચાહો, કોઈને કોઈથી પ્રેમ તો થઈ જાય છે
મૂંઝારામાં સૂઝે ના કોઈ મારગ, મારગ તોય એમાંથી મળી જાય છે
પાટા ઉપર ચાલતી સીધી ગાડી, પાટા ઉપરથી તો ઊતરી જાય છે
દુઃખદર્દ તો છે અંગ જીવનનું, ના એના વિના ખાલી એ રહી જાય છે
સુખદુઃખ તો છે ભરતી ઓટ જીવનની, એ તો આવે ને જાય છે
પ્રેમ તો છે જીવનજળ જીવનનું, એના વિના તો જીવન મૂરઝાઈ જાય છે
તપતો સૂરજ આથમ્યા વિના રહેતો નથી, માઠા દિવસ વીતી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlō karavī kōīnē gamatī nathī, jīvanamāṁ bhūlō tō thaī jāya chē
śikṣā tō kōīnē jōītī nathī, jīvanamāṁ śikṣā tō malī jāya chē
vēra tō khapatuṁ nathī kōīnē jīvanamāṁ, vēra tōya ē baṁdhāī jāya chē
prēmathī dasa gāu dūra rahēvā cāhō, kōīnē kōīthī prēma tō thaī jāya chē
mūṁjhārāmāṁ sūjhē nā kōī māraga, māraga tōya ēmāṁthī malī jāya chē
pāṭā upara cālatī sīdhī gāḍī, pāṭā uparathī tō ūtarī jāya chē
duḥkhadarda tō chē aṁga jīvananuṁ, nā ēnā vinā khālī ē rahī jāya chē
sukhaduḥkha tō chē bharatī ōṭa jīvananī, ē tō āvē nē jāya chē
prēma tō chē jīvanajala jīvananuṁ, ēnā vinā tō jīvana mūrajhāī jāya chē
tapatō sūraja āthamyā vinā rahētō nathī, māṭhā divasa vītī jāya chē
|
|