1998-06-29
1998-06-29
1998-06-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15422
મથ્યો મથ્યો, જીવ શિવ બનવા મથ્યો, હે જીવ તું શિવ ના બન્યો

મમત્વમાંથી ના બહાર નીકળ્યો, ના જીવનમાં એને તો છોડી શક્યો
ના તનમનની માયા ત્યજી શક્યો, ના અંતરમાં ઊંડે તું ઊતરી શક્યો
ના સંબંધોની ઝંઝટ ફેંકી શક્યો, દિલમાં ત્યાગ તો ના સ્થાપી શક્યો
જીવનભર દોડયો શક્તિ પાછળ, ના શક્તિની તો સેવા પામી શક્યો
કૂડકપટમાં સદા રાચી રહ્યો, ના ભોળા ભાવે જગને નીરખી શક્યો
મમત્વની ભસ્મ ના અંગે લગાવી, આત્મસંમતિ ના પામી શક્યો
ૐકારમાં ના લીન બન્યો, ના રોમેરોમમાંથી ૐકાર તો ગુંજવી શક્યો
દુઃખદર્દના ચિત્કારમાં ડૂબ્યો, ના પ્રણવ મંત્રનો ધ્યાન ધરી શક્યો
ના અંતરમાં તું બન્યો ધ્યાની, ના અંતરધ્યાનમાં તો લીન બન્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mathyō mathyō, jīva śiva banavā mathyō, hē jīva tuṁ śiva nā banyō
mamatvamāṁthī nā bahāra nīkalyō, nā jīvanamāṁ ēnē tō chōḍī śakyō
nā tanamananī māyā tyajī śakyō, nā aṁtaramāṁ ūṁḍē tuṁ ūtarī śakyō
nā saṁbaṁdhōnī jhaṁjhaṭa phēṁkī śakyō, dilamāṁ tyāga tō nā sthāpī śakyō
jīvanabhara dōḍayō śakti pāchala, nā śaktinī tō sēvā pāmī śakyō
kūḍakapaṭamāṁ sadā rācī rahyō, nā bhōlā bhāvē jaganē nīrakhī śakyō
mamatvanī bhasma nā aṁgē lagāvī, ātmasaṁmati nā pāmī śakyō
oṁkāramāṁ nā līna banyō, nā rōmērōmamāṁthī oṁkāra tō guṁjavī śakyō
duḥkhadardanā citkāramāṁ ḍūbyō, nā praṇava maṁtranō dhyāna dharī śakyō
nā aṁtaramāṁ tuṁ banyō dhyānī, nā aṁtaradhyānamāṁ tō līna banyō
|
|