1998-07-07
1998-07-07
1998-07-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15437
નજર નજરમાં મારી કાંઈ વસ્યું નહીં, મને મારાં અરમાનોની નજર લાગી ગઈ

વિચારો ને વિચારો રહ્યા ઘૂમતા ને ઘૂમતા, વિચારોને મારા મનની નજર લાગી ગઈ
રહ્યો પુરુષાર્થ જીવનમાં અશક્ત બનતો, આળસની નજર પુરુષાર્થને જ્યાં લાગી ગઈ
વિશ્વાસ રહ્યો જીવનમાં તો હિંમત ત્યજતો, વિશ્વાસ પર શંકાની નજર લાગી ગઈ
પ્રેમ રહ્યો જીવનમાં તો પાંગળો બનતો, પ્રેમ ઉપર જ્યાં વેરની નજર લાગી ગઈ
સુખ રહ્યું જીવનમાં તો ડૂસકાં ભરતું, સુખ પર જ્યાં સંશયની નજર લાગી ગઈ
રહ્યા સંયમ જીવનમાં તો ઢીલો પડતો, સંયમ પર જ્યાં લાલચની નજર લાગી ગઈ
રહી શાંતિ હૈયામાં તો પાંગળી બનતી, શાંતિ ઉપર જ્યાં ઉત્પાતની નજર લાગી ગઈ
જીવનના રસો તો બની ગયા ફિક્કા, જીવનના રસો પર જ્યાં ચિંતાની નજર લાગી ગઈ
જીવનમાં હિંમત તો તૂટતી ને તૂટતી ગઈ, હિંમત પર તો જ્યાં ડરની નજર લાગી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara najaramāṁ mārī kāṁī vasyuṁ nahīṁ, manē mārāṁ aramānōnī najara lāgī gaī
vicārō nē vicārō rahyā ghūmatā nē ghūmatā, vicārōnē mārā mananī najara lāgī gaī
rahyō puruṣārtha jīvanamāṁ aśakta banatō, ālasanī najara puruṣārthanē jyāṁ lāgī gaī
viśvāsa rahyō jīvanamāṁ tō hiṁmata tyajatō, viśvāsa para śaṁkānī najara lāgī gaī
prēma rahyō jīvanamāṁ tō pāṁgalō banatō, prēma upara jyāṁ vēranī najara lāgī gaī
sukha rahyuṁ jīvanamāṁ tō ḍūsakāṁ bharatuṁ, sukha para jyāṁ saṁśayanī najara lāgī gaī
rahyā saṁyama jīvanamāṁ tō ḍhīlō paḍatō, saṁyama para jyāṁ lālacanī najara lāgī gaī
rahī śāṁti haiyāmāṁ tō pāṁgalī banatī, śāṁti upara jyāṁ utpātanī najara lāgī gaī
jīvananā rasō tō banī gayā phikkā, jīvananā rasō para jyāṁ ciṁtānī najara lāgī gaī
jīvanamāṁ hiṁmata tō tūṭatī nē tūṭatī gaī, hiṁmata para tō jyāṁ ḍaranī najara lāgī gaī
|
|