|
View Original |
|
લાગશે કડવા તો સત્યના વેણ (2) જીવનમાં એને જીરવી રે લેજો
દેશે જીવનમાં એ તો શક્તિની દેણ (2) જીવનમાં એને વણી રે લેજો
છે એ તો પ્યારા પ્રભુના તો નેણ (2) પ્રભુને એમાં નિરખી રે લેજો
છે પ્રભુની એ તો ધારા, પ્રભુના છે વહેણ (2) જીવનમાં એને, અપનાવી રે લેજો
જાશે બાંધતી જીવનમાં લેણદારોની લેણ (2) જીવનમાં દૂર એનાથી રે રહેજો
આવે જ્યાં રાજદરબારે મળવાનું કહેણ (2) જીવનમાં સતર્ક ત્યારે રે રહેજો
જાગે જીવનમાં તોફાનો કે બદલાવ વહેણ (2) જીવનમાં સજાગ ત્યારે રે રહેજો
મળ્યા સુખદુઃખ જીવનમાં કર્મની છે લેણદેણ (2) જીવનમાં સમજી એને રે લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)