Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3545 | Date: 02-Dec-1991
છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે
Chē āvāhana ā tō tārā jīvananē, āvāhana jīvanamāṁ tuṁ jhīlī lējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3545 | Date: 02-Dec-1991

છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે

  No Audio

chē āvāhana ā tō tārā jīvananē, āvāhana jīvanamāṁ tuṁ jhīlī lējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-02 1991-12-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15534 છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે

જીવન જીવીને, જીવનમાં તો એવું, જગતને દંગ તું તો બનાવી દેજે

આંસુઓ અને નિરાશાઓને જીવનમાં દૂર રાખી, દસ ગાઉ દૂર તું એનાથી રહેજે

ધીરજ અને હિંમતને જીવનમાં ભરી, માર્ગ મુસીબતોમાંથી તું કાઢતો રહેજે

સંજોગો, સંજોગો દે છે તને આવાહન, સંજોગોની ઉપર તો તું ઊઠતો રહેજે

હરપળે વૃત્તિને મન દે છે, તને આવાહન, કાબૂમાં એને તું રાખતો રહેજે

કામક્રોધ ને વિકારો, હરક્ષણે કરે છે તને આવાહન, અણનમ સદા એમાં તું રહેજે

લોભ લાલચનું તો છે ઊભું સદા આવાહન, એમાં કદી ના તું ઝૂકી જાજે

માનવદેહ દઈ, દીધું છે પ્રભુએ તો આવાહન, જીવી સાર્થક એને તું કરી લેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē āvāhana ā tō tārā jīvananē, āvāhana jīvanamāṁ tuṁ jhīlī lējē

jīvana jīvīnē, jīvanamāṁ tō ēvuṁ, jagatanē daṁga tuṁ tō banāvī dējē

āṁsuō anē nirāśāōnē jīvanamāṁ dūra rākhī, dasa gāu dūra tuṁ ēnāthī rahējē

dhīraja anē hiṁmatanē jīvanamāṁ bharī, mārga musībatōmāṁthī tuṁ kāḍhatō rahējē

saṁjōgō, saṁjōgō dē chē tanē āvāhana, saṁjōgōnī upara tō tuṁ ūṭhatō rahējē

harapalē vr̥ttinē mana dē chē, tanē āvāhana, kābūmāṁ ēnē tuṁ rākhatō rahējē

kāmakrōdha nē vikārō, harakṣaṇē karē chē tanē āvāhana, aṇanama sadā ēmāṁ tuṁ rahējē

lōbha lālacanuṁ tō chē ūbhuṁ sadā āvāhana, ēmāṁ kadī nā tuṁ jhūkī jājē

mānavadēha daī, dīdhuṁ chē prabhuē tō āvāhana, jīvī sārthaka ēnē tuṁ karī lējē
Scan Image

Gujarati Bhajan no. 3545 by Satguru Devendra Ghia - Kaka
First...354435453546...Last