1992-02-16
1992-02-16
1992-02-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15676
ધરમકરમની વાતોમાંથી મન મારું તરત તો ભાગે છે
ધરમકરમની વાતોમાંથી મન મારું તરત તો ભાગે છે
માયાની વાતોમાં તો, મન મારું કુદંકૂદી કરવા તો માંડે છે
નવાઈભર્યા આ જગમાં તો, નવાઈ ના એની તો લાગે છે
અન્યની ભૂલો પર, તૂટી પડવા, સહુ તૈયાર રહે, આકરા વેણ ત્યારે કાઢે છે
સલાહ-સૂચનોની ત્યારે લહાણી કરે, સહુ પોતાને તો શાણા માને છે
ભૂલોના ભમરાવામાં તો મન રહે, મનની ભ્રમણા તો સહુ ઢાંકે છે
વખત આવે સહુ ભૂલો કરતા રહે, પસ્તાવાની પાળી તો લાવે છે
ડાહ્યાને માથે મૂરખ ચઢી બેસે, ડાહ્યો પોતાને તો માને છે
આંખે જોયેલું, કાને સાંભળેલું સાચું માની, બુદ્ધિને તો દૂર રાખે છે
સ્ત્રીમાં પુરુષ સ્વભાવના લક્ષણ ને, પુરુષમાં સ્ત્રીના લક્ષણ દેખાયે છે
માનવ સ્વભાવની આદતમાં, પશુના લક્ષણ તો દેખાયે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dharamakaramanī vātōmāṁthī mana māruṁ tarata tō bhāgē chē
māyānī vātōmāṁ tō, mana māruṁ kudaṁkūdī karavā tō māṁḍē chē
navāībharyā ā jagamāṁ tō, navāī nā ēnī tō lāgē chē
anyanī bhūlō para, tūṭī paḍavā, sahu taiyāra rahē, ākarā vēṇa tyārē kāḍhē chē
salāha-sūcanōnī tyārē lahāṇī karē, sahu pōtānē tō śāṇā mānē chē
bhūlōnā bhamarāvāmāṁ tō mana rahē, mananī bhramaṇā tō sahu ḍhāṁkē chē
vakhata āvē sahu bhūlō karatā rahē, pastāvānī pālī tō lāvē chē
ḍāhyānē māthē mūrakha caḍhī bēsē, ḍāhyō pōtānē tō mānē chē
āṁkhē jōyēluṁ, kānē sāṁbhalēluṁ sācuṁ mānī, buddhinē tō dūra rākhē chē
strīmāṁ puruṣa svabhāvanā lakṣaṇa nē, puruṣamāṁ strīnā lakṣaṇa dēkhāyē chē
mānava svabhāvanī ādatamāṁ, paśunā lakṣaṇa tō dēkhāyē chē
|
|