1992-03-11
1992-03-11
1992-03-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15726
મસ્તકે મસ્તકે મતિ હોય જુદી, કપાળે કપાળે લાખાયા છે ભાગ્ય જુદા

હળીમળી જગમાં સહુ સાથે તું રહેતો, તું રહેતો જા
સુખદુઃખનો તો છે મન પર આધાર, સફળતા નિષ્ફળતા તો છે પ્રભુને હાથ
દિલ દઈને, મન મૂકીને જીવનમાં, કાર્ય તું કરતો જા, કાર્ય તું કરતો જા
પ્રેમ તો છે જગમાં મહાન, દેતો ના હૈયે વેરને, કદી તું સ્થાન
નાના કે મોટા, જગમાં સહુને, હૈયેથી દેતો રહેજે તું સન્માન - હળીમળી...
છે વાસ સહુમાં જ્યાં તારા પ્રભુનો, અલગ રાખી, શું પામીશ તું એને
હૈયેથી મારા તારાની દીવાલ હટાવી, હૈયેથી સહુને સદા અપનાવતો જા - હળીમળી...
કરનાર બધું જગમાં તો પ્રભુને, પ્રભુ છે, છોડ હૈયેથી બધું તું અભિમાન
કર દર્શન સહુમાં તું પ્રભુના, એ ભાવમાં, જગમાં સ્થિર તું રહેતો જા - હળીમળી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mastakē mastakē mati hōya judī, kapālē kapālē lākhāyā chē bhāgya judā
halīmalī jagamāṁ sahu sāthē tuṁ rahētō, tuṁ rahētō jā
sukhaduḥkhanō tō chē mana para ādhāra, saphalatā niṣphalatā tō chē prabhunē hātha
dila daīnē, mana mūkīnē jīvanamāṁ, kārya tuṁ karatō jā, kārya tuṁ karatō jā
prēma tō chē jagamāṁ mahāna, dētō nā haiyē vēranē, kadī tuṁ sthāna
nānā kē mōṭā, jagamāṁ sahunē, haiyēthī dētō rahējē tuṁ sanmāna - halīmalī...
chē vāsa sahumāṁ jyāṁ tārā prabhunō, alaga rākhī, śuṁ pāmīśa tuṁ ēnē
haiyēthī mārā tārānī dīvāla haṭāvī, haiyēthī sahunē sadā apanāvatō jā - halīmalī...
karanāra badhuṁ jagamāṁ tō prabhunē, prabhu chē, chōḍa haiyēthī badhuṁ tuṁ abhimāna
kara darśana sahumāṁ tuṁ prabhunā, ē bhāvamāṁ, jagamāṁ sthira tuṁ rahētō jā - halīmalī...
|