Hymn No. 3775 | Date: 31-Mar-1992
ભૂલોને ભૂલો કરતા રહીએ, માફીને માફી માંગતા રહીએ, શું માફી એવી સસ્તી છે
bhūlōnē bhūlō karatā rahīē, māphīnē māphī māṁgatā rahīē, śuṁ māphī ēvī sastī chē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15762
ભૂલોને ભૂલો કરતા રહીએ, માફીને માફી માંગતા રહીએ, શું માફી એવી સસ્તી છે
ભૂલોને ભૂલો કરતા રહીએ, માફીને માફી માંગતા રહીએ, શું માફી એવી સસ્તી છે
અપમાન વેર કરતા રહીએ, પસ્તાવું છું કહેતા રહીએ, શું પસ્તાવો એવો સસ્તો છે
માયામાંને માયામાં લપેટાતા રહીએ, વેરાગ્ય જાગ્યો છે કહેતા રહીએ, વેરાગ્ય શું એવો પોકળ છે
સમજી સમજી ફુલાઈ જઈએ, ક્ષણમાં બધું ભૂલી જઈએ, શું સમજણ આવી સાચી છે
અંધકારે અટવાતાં રહીએ, પ્રકાશના તેજ ના પહોંચે, શું પ્રકાશ એવા અધૂરા છે
દુઃખ દર્દ તો જાગ્યા છે, દર્દ દવાથી ના હટયા છે, શું દવા એની એ સાચી છે
પ્રેમના પૂર તો ઉમટયા છે, હૈયાંના એમાં ભીંજાય છે, પ્રેમ એવાં તો શું કાચા છે
પોકારતાં પ્રભુ આવે છે, ના મેળાપ એના થયા છે, ખામી તો ક્યાં આવી છે
દયાહીન નથી એ તો જગમાં, સહુનું હિત એ તો હૈયે સદા રાખે છે
પહોંચવા એની પાસે તો સહુએ, કર્તવ્યમાં તો એ સહુનું પરમકર્તવ્ય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlōnē bhūlō karatā rahīē, māphīnē māphī māṁgatā rahīē, śuṁ māphī ēvī sastī chē
apamāna vēra karatā rahīē, pastāvuṁ chuṁ kahētā rahīē, śuṁ pastāvō ēvō sastō chē
māyāmāṁnē māyāmāṁ lapēṭātā rahīē, vērāgya jāgyō chē kahētā rahīē, vērāgya śuṁ ēvō pōkala chē
samajī samajī phulāī jaīē, kṣaṇamāṁ badhuṁ bhūlī jaīē, śuṁ samajaṇa āvī sācī chē
aṁdhakārē aṭavātāṁ rahīē, prakāśanā tēja nā pahōṁcē, śuṁ prakāśa ēvā adhūrā chē
duḥkha darda tō jāgyā chē, darda davāthī nā haṭayā chē, śuṁ davā ēnī ē sācī chē
prēmanā pūra tō umaṭayā chē, haiyāṁnā ēmāṁ bhīṁjāya chē, prēma ēvāṁ tō śuṁ kācā chē
pōkāratāṁ prabhu āvē chē, nā mēlāpa ēnā thayā chē, khāmī tō kyāṁ āvī chē
dayāhīna nathī ē tō jagamāṁ, sahunuṁ hita ē tō haiyē sadā rākhē chē
pahōṁcavā ēnī pāsē tō sahuē, kartavyamāṁ tō ē sahunuṁ paramakartavya chē
|