1992-08-17
1992-08-17
1992-08-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16112
પ્રેમ વિના જીવનમાં રહી ગયો હું તો તરસ્યો, જીવન ભાથા વિના રહી ગયો ભૂખ્યો

મિટાવી ના શક્યો પ્રેમ વિના તરસ મારી, હટાવી ના શક્યા જીવન ભાથા વિના ભૂખ મારી
ઝરમર ઝરતાં પ્રેમ તો જીવનમાં, વહ્યા ના એ એકધારા, રહી ગયો એમાં હું તો તરસ્યો
મળ્યું જીવન ભાથું, જીવનમાં તો થોડું, પૂરા ભાથા વિના, રહી ગયો હું તો ભૂખ્યો
ચાલતાં ને હાલતાં તો જીવનમાં, તરસ તો લાગે, સાચા પ્રેમ વિના રહી ગયો હું તરસ્યો
કદી ભાથું ભાવ્યું, કદી ના ભાવ્યું, સારા ભાથા વિના તો જીવનમાં રહી ગયો હું ભૂખ્યો
ખૂટશે ક્યારે, મળશે જીવનમાં એ ક્યાંથી, અંદાજ જીવનમાં, એનો ના હું તો માંડી શક્યો
પીને પ્રેમના તારા પ્યાલા, ભરી જીવનના ભાથા, જીવનમાં કિનારો સુખનો તો ગોત્યો
સુખને કિનારે કિનારે રહીને જ્યાં રહ્યો ચાલતો, મળ્યો સુખનો સાગર ત્યાં તો પ્રભુનો
મટી તરસ ને ભૂખ ત્યાં તો મારી, પ્રભુમાં જ્યાં હું તો સમાયો, હું તો સમાયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma vinā jīvanamāṁ rahī gayō huṁ tō tarasyō, jīvana bhāthā vinā rahī gayō bhūkhyō
miṭāvī nā śakyō prēma vinā tarasa mārī, haṭāvī nā śakyā jīvana bhāthā vinā bhūkha mārī
jharamara jharatāṁ prēma tō jīvanamāṁ, vahyā nā ē ēkadhārā, rahī gayō ēmāṁ huṁ tō tarasyō
malyuṁ jīvana bhāthuṁ, jīvanamāṁ tō thōḍuṁ, pūrā bhāthā vinā, rahī gayō huṁ tō bhūkhyō
cālatāṁ nē hālatāṁ tō jīvanamāṁ, tarasa tō lāgē, sācā prēma vinā rahī gayō huṁ tarasyō
kadī bhāthuṁ bhāvyuṁ, kadī nā bhāvyuṁ, sārā bhāthā vinā tō jīvanamāṁ rahī gayō huṁ bhūkhyō
khūṭaśē kyārē, malaśē jīvanamāṁ ē kyāṁthī, aṁdāja jīvanamāṁ, ēnō nā huṁ tō māṁḍī śakyō
pīnē prēmanā tārā pyālā, bharī jīvananā bhāthā, jīvanamāṁ kinārō sukhanō tō gōtyō
sukhanē kinārē kinārē rahīnē jyāṁ rahyō cālatō, malyō sukhanō sāgara tyāṁ tō prabhunō
maṭī tarasa nē bhūkha tyāṁ tō mārī, prabhumāṁ jyāṁ huṁ tō samāyō, huṁ tō samāyō
|