Hymn No. 4161 | Date: 02-Sep-1992
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય
ā tārō kēvō anyāya rē vidhātā, chē ā tārō tō kēvō anyāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-02
1992-09-02
1992-09-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16148
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય
દુઃખોથી ભરી દીધું ભલે રે જીવન, શાને સહનશીલતા પર માર્યો તેં માર
મુસીબતોની જીવનમાં મહેર વરસાવી, માર્યો શાને જીવનમાં તેં બુદ્ધિ પર તેં માર
ગુણોની જીવનમાં તેં હાંસી દીધી ઉડાવી, કર્યો શાને તેં અવગુણોનો બેડો પાર
વહાલાને પણ દીધા વેરી બનાવી, દે તું તો વધારી લાગણીઓ પરનો ભાર
કદી કદી દે તું સુખ, સેજ એવી બિછાવી, દુઃખનો તો આવવા ના દે તું અણસાર
પ્રેમના વહેણ કદી સૂકવી દે તું એવા, લાગે પાછા વહેતા જીવનમાં એને તો વાર
રાતદિન કરી મહેનત કરીએ ભેગું, વેરાતાં એને તો જીવનમાં લાગે ના વાર લગાર
તારામાંને તારામાં ગૂંચવી દે તું અમને, આવવા ના દે તું પ્રભુનો તો વિચાર
રીત છે તારી આ તો કેવી કઢંગી, રીત તારી હવે તો તું સુધાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ā tārō kēvō anyāya rē vidhātā, chē ā tārō tō kēvō anyāya
duḥkhōthī bharī dīdhuṁ bhalē rē jīvana, śānē sahanaśīlatā para māryō tēṁ māra
musībatōnī jīvanamāṁ mahēra varasāvī, māryō śānē jīvanamāṁ tēṁ buddhi para tēṁ māra
guṇōnī jīvanamāṁ tēṁ hāṁsī dīdhī uḍāvī, karyō śānē tēṁ avaguṇōnō bēḍō pāra
vahālānē paṇa dīdhā vērī banāvī, dē tuṁ tō vadhārī lāgaṇīō paranō bhāra
kadī kadī dē tuṁ sukha, sēja ēvī bichāvī, duḥkhanō tō āvavā nā dē tuṁ aṇasāra
prēmanā vahēṇa kadī sūkavī dē tuṁ ēvā, lāgē pāchā vahētā jīvanamāṁ ēnē tō vāra
rātadina karī mahēnata karīē bhēguṁ, vērātāṁ ēnē tō jīvanamāṁ lāgē nā vāra lagāra
tārāmāṁnē tārāmāṁ gūṁcavī dē tuṁ amanē, āvavā nā dē tuṁ prabhunō tō vicāra
rīta chē tārī ā tō kēvī kaḍhaṁgī, rīta tārī havē tō tuṁ sudhāra
|