1992-10-05
1992-10-05
1992-10-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16238
દેર નથી રે અંધેર નથી, પ્રભુ તારા રાજમાં તો અંધેર નથી

સમજાય ના ભલે રીત તો તારી, પ્રભુ તું કાંઈ બેજવાબદાર નથી
કરે સાચાની ભલે કસોટી તું જગમાં, ખોટા કાંઈ છટકી જવાના નથી
સુખદુઃખના ઝૂલે સહુને ઝુલાવી, નાંખી ભુલાવામાં, યાદ આવ્યા વિના રહ્યાં નથી
કરે કરાવે જગમાં સહુની પાસે, તારી ઇચ્છા વિના જગમાં કાંઈ થાતું નથી
દુઃખ દર્દના ઘૂંટડા ભરાવીને જગમાં, જગમાં સહુને અંકુશમાં રાખ્યા વિના રહ્યાં નથી
અહં ને વિકારોના મદમાં મત્ત બનાવી, પતનના દ્વારે, પહોંચાડવા વિના રહ્યાં નથી
નાચે જગ તો, આંગળીના ટેરવે તમારી, જગને નચાવ્યા વિના તમે રહ્યાં નથી
કરે સહુ કોશિશો જગમાં, સહુ સમજવા તમને, તમારી કૃપા વિના એ બનતું નથી
થાતી રહે ધીરજની કસોટી તો જગમાં, પ્રભુ તારા રાજમાં તો અંધેર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēra nathī rē aṁdhēra nathī, prabhu tārā rājamāṁ tō aṁdhēra nathī
samajāya nā bhalē rīta tō tārī, prabhu tuṁ kāṁī bējavābadāra nathī
karē sācānī bhalē kasōṭī tuṁ jagamāṁ, khōṭā kāṁī chaṭakī javānā nathī
sukhaduḥkhanā jhūlē sahunē jhulāvī, nāṁkhī bhulāvāmāṁ, yāda āvyā vinā rahyāṁ nathī
karē karāvē jagamāṁ sahunī pāsē, tārī icchā vinā jagamāṁ kāṁī thātuṁ nathī
duḥkha dardanā ghūṁṭaḍā bharāvīnē jagamāṁ, jagamāṁ sahunē aṁkuśamāṁ rākhyā vinā rahyāṁ nathī
ahaṁ nē vikārōnā madamāṁ matta banāvī, patananā dvārē, pahōṁcāḍavā vinā rahyāṁ nathī
nācē jaga tō, āṁgalīnā ṭēravē tamārī, jaganē nacāvyā vinā tamē rahyāṁ nathī
karē sahu kōśiśō jagamāṁ, sahu samajavā tamanē, tamārī kr̥pā vinā ē banatuṁ nathī
thātī rahē dhīrajanī kasōṭī tō jagamāṁ, prabhu tārā rājamāṁ tō aṁdhēra nathī
|