Hymn No. 8039 | Date: 02-Jun-1999
ચિંતાએ તો દિલને ઘેરી લીધું, દિલ ચોંટતું નથી, દિલ લાગતું નથી
ciṁtāē tō dilanē ghērī līdhuṁ, dila cōṁṭatuṁ nathī, dila lāgatuṁ nathī
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1999-06-02
1999-06-02
1999-06-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17026
ચિંતાએ તો દિલને ઘેરી લીધું, દિલ ચોંટતું નથી, દિલ લાગતું નથી
ચિંતાએ તો દિલને ઘેરી લીધું, દિલ ચોંટતું નથી, દિલ લાગતું નથી
છે ઘેરાયેલા આકાશ જેવી સ્થિતિ, વરસી શકતું નથી, પ્રકાશ દઈ શકતું નથી
મનના સવાલો નિરુત્તર રહ્યા, ઉત્તર મળતા નથી, મન છોડી શકતું નથી
ડગ આગળ ભરાતાં નથી, શંકામાં મન નાહ્યા વિના તો રહેતું નથી
જીવનમાં દુઃખમાં તો ડૂબવું નથી, સુખી જીવનમાં તોય રહી શકતા નથી
કર્મો જીવનને ભીંસમાં લીધા વિના રહ્યાં નથી, કર્મોથી ભાગી શકાતું નથી
દર્દને જીવનમાં કોઈ આવકારતું નથી, દર્દ જીવનમાં જાગ્યા વિના રહેતું નથી
સમજદારીથી જીવવું છે સહુએ જગમાં, સમજદારીથી તોય કોઈ જીવતું નથી
પ્રેમમાં તો દર્દ જાગે છે દિલમાં, દર્દમાં જીવનમાં તો કોઈને પ્રેમ કરતું નથી
ચિંતાએ ઘેરી લીધું જ્યાં હૈયાને, કોઈ વાતમાં તો એ રસ લઈ શકતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ciṁtāē tō dilanē ghērī līdhuṁ, dila cōṁṭatuṁ nathī, dila lāgatuṁ nathī
chē ghērāyēlā ākāśa jēvī sthiti, varasī śakatuṁ nathī, prakāśa daī śakatuṁ nathī
mananā savālō niruttara rahyā, uttara malatā nathī, mana chōḍī śakatuṁ nathī
ḍaga āgala bharātāṁ nathī, śaṁkāmāṁ mana nāhyā vinā tō rahētuṁ nathī
jīvanamāṁ duḥkhamāṁ tō ḍūbavuṁ nathī, sukhī jīvanamāṁ tōya rahī śakatā nathī
karmō jīvananē bhīṁsamāṁ līdhā vinā rahyāṁ nathī, karmōthī bhāgī śakātuṁ nathī
dardanē jīvanamāṁ kōī āvakāratuṁ nathī, darda jīvanamāṁ jāgyā vinā rahētuṁ nathī
samajadārīthī jīvavuṁ chē sahuē jagamāṁ, samajadārīthī tōya kōī jīvatuṁ nathī
prēmamāṁ tō darda jāgē chē dilamāṁ, dardamāṁ jīvanamāṁ tō kōīnē prēma karatuṁ nathī
ciṁtāē ghērī līdhuṁ jyāṁ haiyānē, kōī vātamāṁ tō ē rasa laī śakatuṁ nathī
|