1999-06-06
1999-06-06
1999-06-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17033
કહું કે ના કહું, પણ પ્રભુ તમને કહી દઉં છું

જોશો એક વાર આંખોમાં મારી, પ્યાર વિના મળશે ના ત્યાં બીજું
છુપાવી રાખ્યો હતો ભાવ જે હૈયામાં, આંખોથી તો એ વહાવી દઉં છું
જોશો જ્યાં તમે, આંસુમાં મારાં, દેખાશે એમાં તમને તમારું મુખડું
ધરાવવા હતા તો જે તમારાં ચરણે, ચરણો તમારાં, જીવનમાં હું તો ગોતું
કર્યાં નથી ભેગાં દુઃખનાં આંસુ એમાં, હરેક આંસુ છે મોતી તો પ્યારનું
બન્યું છે દિલ દીવાનું તો તમારું, સ્થાન બીજું ના હવે હું તો ગોતું
નથી દૂર ભલે ક્યાંય તો તમે, ઊઠું છું તડપી હૈયામાં, હૈયામાં ક્યારે તમને સમાવું
ધીરજની મૂડી રહ્યો છું કરતો ભેગી, ક્યારે પણ એમાં તો ના હું ખૂટું
મળી જાય એક વાર નજર જો તારી, ચાહું છું દિલ ભરીને એને નીરખું
ચાહું ના દિલમાં જીવનમાં કાંઈ બીજું, તમારી નજરમાં સુખ મારું ગોતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahuṁ kē nā kahuṁ, paṇa prabhu tamanē kahī dauṁ chuṁ
jōśō ēka vāra āṁkhōmāṁ mārī, pyāra vinā malaśē nā tyāṁ bījuṁ
chupāvī rākhyō hatō bhāva jē haiyāmāṁ, āṁkhōthī tō ē vahāvī dauṁ chuṁ
jōśō jyāṁ tamē, āṁsumāṁ mārāṁ, dēkhāśē ēmāṁ tamanē tamāruṁ mukhaḍuṁ
dharāvavā hatā tō jē tamārāṁ caraṇē, caraṇō tamārāṁ, jīvanamāṁ huṁ tō gōtuṁ
karyāṁ nathī bhēgāṁ duḥkhanāṁ āṁsu ēmāṁ, harēka āṁsu chē mōtī tō pyāranuṁ
banyuṁ chē dila dīvānuṁ tō tamāruṁ, sthāna bījuṁ nā havē huṁ tō gōtuṁ
nathī dūra bhalē kyāṁya tō tamē, ūṭhuṁ chuṁ taḍapī haiyāmāṁ, haiyāmāṁ kyārē tamanē samāvuṁ
dhīrajanī mūḍī rahyō chuṁ karatō bhēgī, kyārē paṇa ēmāṁ tō nā huṁ khūṭuṁ
malī jāya ēka vāra najara jō tārī, cāhuṁ chuṁ dila bharīnē ēnē nīrakhuṁ
cāhuṁ nā dilamāṁ jīvanamāṁ kāṁī bījuṁ, tamārī najaramāṁ sukha māruṁ gōtuṁ
|