|
View Original |
|
એ ઊંચા ઊંચા ડુંગરો ને એ નિર્મળ વહેતા રે ઝરણાં
રહ્યાં આકર્ષી એ મારા હૈયાને તો, બંને તો એકસરખાં
એ જ લીલીછમ ઘાસની કૂંપળો ને પક્ષીઓ કલરવ કરતાં
એ જ રેંટના ચૂં ચૂં અવાજો ને બકરીઓ તો બેં બેં કરતા
એ જ ગાડાવાળાના હોંકારા, ઢોલ ઉપર પગ તાલ દેતા
એ જ આરતીની મધુર ઘંટી ને પનિહારીઓના પગ ઘરે વળતા
એ જ રાત પડે ને બારોટો વાતો કરતા, ડોશીઓ ચોપાઈઓ વાંચતા
એ જ મીઠા આવકારો ને, એ જ ખુલ્લા દિલના હાસ્યના પડઘા
એ જ ધૂળો ઉડાડતા રસ્તા, એ જ પરબની ઝૂંપડીએ થાક ઉતારતા
એ જ દૂર દૂર ડુંગરોની હારમાળા જોતા, એ જ મીઠાં ઝરણાં વહેતાં
હતી જીવનની એ વાસ્તવિકતા, શહેરના કોલાહલમાં ખોઈ બેઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)