1999-06-12
1999-06-12
1999-06-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17044
નયનો તો ભલે અમારાં છે, ચાહે છે દર્શન એ તો તમારાં છે
નયનો તો ભલે અમારાં છે, ચાહે છે દર્શન એ તો તમારાં છે
છે દિલ તો ભલે અમારું બોલે છે, નામ ધડકનમાં એ તો તમારું છે
મન તો ભલે તો અમારું છે, ઊઠે છે વિચારો એમાં એ તો તમારા છે
ભર્યાં ભાવો દિલમાં તો ઘણા, હરેક ભાવમાં તો ભાવ એ તમારા છે
છે ભલે જીવન એ તો અમારું, સુખનાં કિરણ એમાં એ તો તમારાં છે
જીભ ભલે એ તો અમારી છે, જપે છે જે જપ, એમાં એ તો તમારા છે
આશ ધરીને બેઠું છે તો હૈયું, હરેક આશામાં તો પ્રતિમાં તમારી છે
દીધાં દુઃખો કર્મોએ અમને અમારાં, કરીએ છીએ સહન, કૃપા એ તમારી છે
ના સમજ્યા તમને, નાદાનિયત અમારી છે, હરેક કોશિશોમાં દયા તમારી છે
દૂર કે પાસે રહ્યા છો સદા તો તમે, પામવું તમને, એ મંઝિલ અમારી છે
https://www.youtube.com/watch?v=X47_uDUdk2w
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નયનો તો ભલે અમારાં છે, ચાહે છે દર્શન એ તો તમારાં છે
છે દિલ તો ભલે અમારું બોલે છે, નામ ધડકનમાં એ તો તમારું છે
મન તો ભલે તો અમારું છે, ઊઠે છે વિચારો એમાં એ તો તમારા છે
ભર્યાં ભાવો દિલમાં તો ઘણા, હરેક ભાવમાં તો ભાવ એ તમારા છે
છે ભલે જીવન એ તો અમારું, સુખનાં કિરણ એમાં એ તો તમારાં છે
જીભ ભલે એ તો અમારી છે, જપે છે જે જપ, એમાં એ તો તમારા છે
આશ ધરીને બેઠું છે તો હૈયું, હરેક આશામાં તો પ્રતિમાં તમારી છે
દીધાં દુઃખો કર્મોએ અમને અમારાં, કરીએ છીએ સહન, કૃપા એ તમારી છે
ના સમજ્યા તમને, નાદાનિયત અમારી છે, હરેક કોશિશોમાં દયા તમારી છે
દૂર કે પાસે રહ્યા છો સદા તો તમે, પામવું તમને, એ મંઝિલ અમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nayanō tō bhalē amārāṁ chē, cāhē chē darśana ē tō tamārāṁ chē
chē dila tō bhalē amāruṁ bōlē chē, nāma dhaḍakanamāṁ ē tō tamāruṁ chē
mana tō bhalē tō amāruṁ chē, ūṭhē chē vicārō ēmāṁ ē tō tamārā chē
bharyāṁ bhāvō dilamāṁ tō ghaṇā, harēka bhāvamāṁ tō bhāva ē tamārā chē
chē bhalē jīvana ē tō amāruṁ, sukhanāṁ kiraṇa ēmāṁ ē tō tamārāṁ chē
jībha bhalē ē tō amārī chē, japē chē jē japa, ēmāṁ ē tō tamārā chē
āśa dharīnē bēṭhuṁ chē tō haiyuṁ, harēka āśāmāṁ tō pratimāṁ tamārī chē
dīdhāṁ duḥkhō karmōē amanē amārāṁ, karīē chīē sahana, kr̥pā ē tamārī chē
nā samajyā tamanē, nādāniyata amārī chē, harēka kōśiśōmāṁ dayā tamārī chē
dūra kē pāsē rahyā chō sadā tō tamē, pāmavuṁ tamanē, ē maṁjhila amārī chē
|